તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
જામનગર શહેરમાં શ્રાવણ માસ તેમજ અન્ય ધાર્મિક તહેવારોને લઈને જામનગર મહાનગરપાલિકાનું ફૂડ તંત્ર હરકતમાં : ફુડ શાખા દ્વારા ફરાળી ખાદ્ય ચીજોના ૧૭ નમૂના મેળવી પૃથક્કરણ માટે લેબમાં મોકલાયા
જામનગરની બે પેઢીના ખાદ્ય ચીજ ના નમુના સબ સ્ટાન્ડર્ડ અને અન્સેફ જાહેર થતાં પેનલ્ટી ની વસુલાત : તીખો મીઠો ફરાળી ચેવડો ( લુઝ) , ફરાળી સ્વીટ ચેવડો ,તીખો ફરાળી ચેવડો , ફરાળી ભાખરવડી , ફરાળી કચોરી, ફરાળી ફૂલવડી, ફરાળી વેફર , મીઠો ફરાળી ચેવડો , ફરાળી સેવના નમૂના લેવાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૪ : જામનગર શહેરમાં શ્રાવણ માસ તેમજ અન્ય ધાર્મિક તહેવારોને અનુલક્ષીને શહેરના ફરાળી વાનગીના વિક્રેતાઓને ત્યાં સ્વચ્છતા નું ધોરણ જળવાયેલું રહે, તેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ગત સપ્તાહમાં મોટાપાયે ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ફરાળી ખાદ્ય પદાર્થોના ૧૭ નમુના લેવામાં આવ્યા હતા. અને તેને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અન્ય બે.પેઢીના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં તેમની પાસે થી પેનલ્ટી વસૂલવામાં આવી છે.જ્યારે ઉપરાંત ની અન્ય બે પેઢી સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા ની ફુડ શાખા ના અધિકારીઓની ટીમ દ્વારા ગત સપ્તાહ દરમિયા ફરાળી ખાદ્ય ચીજો ના નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.જેમાં ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીન માંથી કેળા ની વેફર (લુઝ) અને ફરાળી ચેવડો (લુઝ) , સંતોષ સ્વીટ એન્ડ નમકીન માથી તીખો મીઠો ફરાળી ચેવડો ( લુઝ) , ગણેશ સ્વીટ એન્ડ નમકીન માંથી ફરાળી સ્વીટ ચેવડો અને તીખો ફરાળી ચેવડો , ગોવર્ધન ચેવડાવાલા માંથી ફરાળી ભાખરવડી , ફરાળી કચોરી, અને ફરાળી ફૂલવડી, મેહુલ ફરસાણમાંથી ફરાળી તીખો ચેવડો., જય ભવાની સ્વીટ એન્ડ નમકીન માથી ફરાળી વેફર , શ્રી સંતોષ સ્વીટ એન્ડ નમકીનમાંથી મીઠો ફરાળી ચેવડો , નેશનલ વેફર એન્ડ નમકીન માંથી ફરાળી સેવ , અંબિકા ડેરી પ્રોડક્ટ માંથી રાજગરા ફરાળી ચેવડો , કમલેશ ડેરી એન્ડ સ્વીટ માંથી ફરાળી ચેવડો , ચોઇસ સ્વીટ - નમકીન માંથી ફરાળી ચકરી, શ્રી લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ માંથી ફરાળી ચેવડો અને ફરાળી ભાખરી ના નમુના લેવાયા હતા, અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદી ની સૂચનાથી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાસ્ટ ફૂડ , હોટલ ,રેસ્ટોરન્ટ માં રૂબરૂ ઇન્સ્પેક્શન કરી સાફ-સફાઈ અને સ્વચ્છતા રાખવા , સમયસર પેસ્ટ કંટ્રોલ કરાવી લેવા, પેઢીના કર્મચારીના સર્ટિફિકેટ મેળવી લેવા , ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા ,વાસી ખોરાક નહીં રાખવા., મેનુ થતા બોર્ડમાં વેજીટેરિયન નું ગ્રીન સિમ્બોલ લગાડવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમાં રાધે રાધે રેસ્ટોરન્ટ ને સાફ સફાઈ અને સ્વચ્છતા તેમજ હાઇજેનિક કન્ડિશન અન્વયે સૂચના આપવામાં આવી હતી , ઓ ટુ રેસ્ટ્રો એન્ડ કાફે મા તપાસ દરમિયાન પાંચ કિલો મન્ચુરીયન., ૩ કિલો બોયલ બટેટા અને એક કિલો પાવભાજી અનહાઇજેનિક જણાત તેનો નાશ કરવામાં આવ્યો હતો અને સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવા તેમજ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે આદિત્ય રેસ્ટોરન્ટમાં પણ વાસી ખોરાક નહીં રાખવા અને સ્વચ્છતા જાળવીને હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા સૂચના આપવામાં આવી હતી .
સત્યમ રોડ પર ની જય ગોપાલ ડેરીમાંથી લીધેલા મિક્સ દૂધના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવનાર છે. જ્યારે સુભાષ માર્કેટ માર્ગે પર આવેલી ભાનુશાલ મહેન્દ્રકુમાર એન્ડ બ્રધર્સ માંથી લેવામાં આવેલ ધાણાજીરું પાવડર ના નમુના અનસેફ જાહેર થતાં કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે.
ઉપરાંત મહાકાલેશ્વર ડેરી ( ગોકુલ નગર ) માંથી લીધેલ દહીં ના નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં રૂ.૨૦,૦૦૦ ની પેનલ્ટી તેમજ કિસાન મસાલા સીઝન સ્ટોરમાંથી લીધેલ હળદર પાવડર નો નમુનો અનસેફ. જાહેર થતાં તેના સંચાલક પાસે થી રૂ. ૨૫,૦૦૦ ની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
