<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

જામનગર મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળામાં “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા ૨૦૦૦ લાડુ તથા ૨૦૦૦ રોટલી ગાયોને ખવડાવાઈ

શહેરના લોકોને જાહેરમાં ઘાસચારો ન નાખવા અને આ પ્રકારનું દાન-પુણ્ય કાર્ય કરવા પ્રેરણા આપી : શહેરીજનોને જાહેર રોડ રસ્તા પર ઘાસચારો ન નાખવા અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૪ ;  જામનગર શહેરમાં પશુ નિયંત્રણ પોલીસીની અમલવારી કરવાના અનુસંધાને મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી અને  નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલાના  માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ભટકતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, આ પશુઓને મ.ન.પા હસ્તકની અલગ અલગ ત્રણ ગૌશાળાઓમાં રાખવામાં આવે છે. 

દરમિયાન ગઈકાલ તા. ૦૩.૦૮.૨૦૨૫ નેરવિવારના રોજ જામનગર મહાનગરપાલિકા હસ્તકની હાપા ગૌશાળા ખાતે “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા ૨૦૦૦ લાડુ તથા ૨૫૦૦ રોટલી ગાયોને ખવડાવીને શહેરીજનોને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડયું છે. 

આ ઉમદા કાર્ય, શહેરના લોકોને જાહેરમાં ઘાસચારો ન નાખવા અને આ પ્રકારનું દાન-પુણ્ય કાર્ય કરવા પ્રેરણા આપે છે. આથી શહેરીજનોને જાહેર રોડ રસ્તા પર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવી છે, અને જો ઘાસચારો કે અન્ય પ્રકારે દાન-પુણ્ય કરવું હોય તો “JMC Connect App.”  મારફત દાન આપવા અથવા મ.ન.પા. હસ્તકની ગૌશાળાઓ ખાતે રૂબરૂ દાન આપવા જામનગર મહાનગરપાલિકા આહ્વાન કરે છે.

(2:40 PM IST)