તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇ પરિવાર દ્વારા જાજરમાન પાલખીયાત્રા

વેરાવળઃ શ્રાવણના બીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા યોજાઇ હતી. ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતિક શિવલીંગ પુજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.કહેવાય છે કે પાલખી યાત્રામાં સોમનાથ મહાદેવ ભકતોને આશીર્વદ દેવા પધારે છે. અને તેઓને સુખ સમૃધ્ધિ આપીને તેઓના કષ્ટ હરે છે. (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-વેરાવળ)
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
