News of Monday, 4th August 2025
જુનાગઢ એસ.પી. સુબોધ ઓડેદરાની ઉપસ્થિતિમાં બઢતી પામેલ કર્મચારીઓની પાઇપીંગ સેરેમની

જુનાગઢ :.. જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને તેઓની કચેરી ખાતે ફરજ બજાવતા ૩ વાયરલેસ એએસઆઇ (ટેકનિકલ ઓપરેટર)ને વાયરલેસ પી.એસ.આઇ. તરીકે બઢતી મળતા પાઇપીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવેલ. જેમાં બઢતી સાથે નવી નિમણુંક પામેલ હિરેનભાઇ મકવાણા, નેત્રમશાખા પ્રદિપકુમાર ચાવડા, પોલીસ મહાનિરક્ષકની કચેરી તેમજ શ્રીમતી અલ્પાબેન કુવાડીયા પોલીસ અધિક્ષકની કચેરી અમરેલીને એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી એ. એમ. પટ્ટણી સહિતના અભિનંદન પાઠવ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
