<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

જામનગરમાં જૂની આરટીઓ કચેરીથી સાત રસ્તા સુધીના ૧૮ મીટર ડી.પી. રોડ નું સપનું આખરે ૨૨ વર્ષે સાકાર થયું

સીસી રોડ બનાવીને ત્યાંથી વાહનોને કન્વર્ટ કરવાની પ્રક્રિયા : આગામી દિવસોમાં છેક સાત રસ્તા સુધી નો માર્ગ પૂર્ણ કરીને જોડી દેવામાં આવશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તા પૈકીનો એક રસ્તો કે જે લુપ્ત થયો છે, જેને ફરી જીવંત કરવા અને જૂની આરટીઓ કચેરી થી સીધા સાત રસ્તા પહોંચી જવા માટેની નવો રસ્તો બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, 

જેના માટે આજથી ૨૨ વર્ષ પહેલા દરખાસ્ત કરવામાં આવી હતી, જે સપનું આખરે સાકાર થઈ જઈ રહ્યું છે, અને આગામી ૯મી તારીખથી રસ્તો શરૂ થઈ જશે.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા જૂની આરટીઓ કચેરીથી સાત રસ્તા તરફ જવા માટે ૧૮ મીટર નો ડીપી રોડ બનાવાયો હતો, પરંતુ આ સ્થળે અનેક સરકારી ઇમારતો ઉભી હતી. જેવી કે જામનગરનું જુનું સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટેશન અથવા ડીવાયએસપીની કચેરી, ઉપરાંત જૂની આરટીઓ કચેરી, એલસીબીની કચેરી, અન્ય એક સરકારી બેન્ક, તથા સરકારી વિભાગની અન્ય જુદી જુદી કચેરીઓ આ માર્ગ પર આવેલી હતી. અને તમામ જગ્યાઓ ખાલી કરવા માટે નો લાંબો સમય લાગ્યો હતો , અને તમામ અડચણોને દૂર કરીને આખરે જામનગર મહાનગરપાલિકા દ્વારા મક્કમતાથી આગળ વધીને ઉપરોક્ત માર્ગ પરનો તમામ બાંધકામ દૂર કરી લેવામાં આવ્યો હતો ત્યારબાદ રસતો ખુલ્લો કરીને જુની આરટીઓ કચેરીથી હાલ મિગકોલોની સુધીનો માર્ગ ખુલ્લો થયો છે 

 અને સીસી રોડ બનાવીને ત્યાંથી વાહનોને કન્વર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે.

આગામી દિવસોમાં છેક સાત રસ્તા સુધી નો માર્ગ પૂર્ણ કરીને જોડી દેવામાં આવશે.

(12:20 PM IST)