<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

કોટડાસાંગાણીમાં મંદીરના મહંતને માર મારી ૩.૯૧ લાખની લુંટમાં જાણભેદુની સંડોવણી ?

મહંતને છરી બતાવી બેફામ માર મારી સોના-ચાંદીના દાગીના-મોબાઇલ અને રોકડ લુંટી ગયા : સીસીટીવીના કેમેરા તોડી નાખ્‍યા : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૪: કોટડાસાંગાણીના સોડીયા રોડ પર આવેલા રોકડીયા હનુમાન મંદીરના મહંતને માર મારી ૩.૯૧ લાખની લુંટની ઘટનામાં જાણભેદુની સંડોવણી હોવાની શંકાએ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

રોકડીયા હનુમાન મંદીરના મહંત ટનાટનદાસજી બાપુએ શુક્રવારે રાત્રે ત્રણેક વાગ્‍યે મંદીરે હતા ત્‍યારે અચાનક ત્રણ શખ્‍સોએ આવી છરી બતાવી કબાટમાંથી રોકડા રૂપીયા દોઢ લાખ તથા સોનાનુ કુંડળ અને વીંટી અને મોબાઇલ સહિત ૩.૯૧ લાખની મતા લુંટી નાસી છુટયા હતા. લુંટારૂએ લુંટ કરતા પહેલા મહંતને  હાથ-પગ બાંધી બેફામ માર માર્યો હતો. બાદમાં મહંતે હાથેથી દોરી છોડી બાજુના સોળીયા ગામમાં રહેતા લોકોને જાણ કરતા  મહંતને કોટડાસાંગાણી હોસ્‍પીટલે ખસેડાયા હતા.

લુંટારૂઓએ લૂંટ કરી તમામ સીસીટીવી કેમેરા તોડી નાખ્‍યા હતા અને તેનું ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. આ બનાવમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકાએ સ્‍થાનીક પોલીસ તથા રૂરલ એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

(1:15 PM IST)