<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

કચ્‍છના નેત્રા ગામે વીજ કામ કરતી વખતે કરંટ લાગતા લાઈન ઈન્‍સ્‍પેક્‍ટરનું મોત

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૪: કચ્‍છના નખત્રાણા તા.ના નેત્રા ગામે વીજ સબસ્‍ટેશનમાં ૧૧ કેવી ની હાઇ પાવર ધરાવતી વીજ લાઈને કર્મચારીનો ભોગ લેતા અરેરાટી ફેલાઈ છે. ગઈકાલે બનેલા આ બનાવમાં ૫૮ વર્ષીય લાઈન ઇન્‍સ્‍પેક્‍ટર કાનજી વાલજી ગઢવી (રહેવાસી મોટી સિંધોડી, અબડાસા, કચ્‍છ)નું ગંભીર ઇજાઓના કારણે સ્‍થળ ઉપર જ મળત્‍યુ થયું હતું. મળતક કર્મચારી પીજીવીસીએલ કચ્‍છના રવાપર સબ ડિવિઝનમાં લાઇન ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે ફરજ બજાવતા હતા. પોલીસે આ અંગે અકસ્‍માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:00 AM IST)