તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
મોરબી રોટરી ક્લબ અને મહાનગરપાલિકા દ્વારા રવિવારે બોન્સાઈ વર્ક શોપ યોજાશે.
બપોરે ૪ થી ૭ કલાક સુધી નગરપાલિકા કોમ્યુનીટી હોલ, શક્તિ પ્લોટ મેઈન રોડ મોરબી ખાતે બોન્સાઈ વર્ક શોપનું આયોજન .

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રોટરી ક્લબ મોરબી અને મોરબી મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા તા. ૦૩ ને રવિવારે બપોરે ૪ થી ૭ કલાક સુધી નગરપાલિકા કોમ્યુનીટી હોલ, શક્તિ પ્લોટ મેઈન રોડ મોરબી ખાતે બોન્સાઈ વર્ક શોપ યોજાશે.
વર્કશોપ તદન નિશુલ્ક છે જેમાં સૌરાષ્ટ્ર બોન્સાઈ એસોસીએશન રાજકોટના એક્સપર્ટ સેવા આપશે જેથી વર્કશોપમાં મોરબીની પર્યાવરણ પ્રેમી જનતાએ લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
