તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
પિતાના અવસાનના સમાચાર મળ્યા બાદ પણ કિરીટ વ્યાસે શ્રૌતાને ૩ કલાક હસાવ્યા બાદ ઘરે ગયેલ
દિગ્ગજ હાસ્ય કલાકાર કિરીટ વ્યાસની દશમી પૂણ્યતિથી : રાજકોટના હાસ્ય કલાકાર,ગાયક અને લેખક કિરીટભાઇ બી. વ્યાસની આજે ગુરૂવાર તા. ૩૧ જુલાઇના દશમી

(મનીષ દવે) ભાવનગરઃ કિરીટ વ્યાસ આસિનિયર મોસ્ટ કલાકારે ઓરકેસ્ટ્રા સિંગર તરીકે તેમની કારર્કીદી ની શરૂઆત કિરિટ વ્યાસે આખી જીંદગી કિશોરકુમારના ગીતો દીલ થી ગાયા અને રાજેશ ખન્નાના વ્હેમમાં જીવ્યા કિરીટ વ્યાસનું એકસ્ટ્ર ઓડીનરી ડ્રેસીંગ અને તેમની હેરસ્ટાઇલ રાજેશખન્ના જેવી હતી એટલે જ ફેફસાફાડ કોમેડી જોકસના જનકને વ્હાલથી કાકા કહેતા.
એકવાર રાજકોટમાં કિરીટ વ્યાસનો કાર્યક્રમ ચાલે ‘અમે રાજકોટવાસી જેની શેરીમાં છોકરા હોય ઠાંસી ઠાસી આ ગીત રાજકોટ માટે તેમણે જ લખેલું રાજકોટના કલા પ્રેમીઓએ બે વાર વન્સમોર કરીને આ ગીત ગવડાવ્યું. સાહેબે ચાહકોનું માન રાખીને ગાયુ પણ ખરૂં પણ જયારે ત્રીજીવાર વન્સમોર થયું ત્યારે કાર્યક્રમ પૂર્ણ થવાનો હતો અને કિરીટ વ્યાસે લોકો સામે હાથ જદોડયાં કે મને હવે ઘરે જવા દો ત્રણ કલાક પહેલા મારા પિતા બાલશંકર શીવશંકરનું ઘરે અવસાન થયું છે. આ સાંભળી ઓડીયન્સ ઉભુ થઇ ગયું શો મસ્ટ ગો ઓન આ સુત્ર કિરીટ વ્યાસ જીવી બતાવ્યું દરેક કલાકાર પ્રથમ તોએક માણસ હોવો જોઇએ અને કલાકાર ચાહકોનું મૂલ્ય ઓછૂં ન આંકે એવું હમેશ કહેતા.
કિરીટ વ્યાસની ઓડીયો, વીડીયો, સી.ડી. અને ત્રણ પુસ્તકો કિરીટ નો કલબલાટ, ખરયા લીલાપાન , ઝોકળ જટલા આસુ બહાર પડયા છે. યુ. ટયુબ પર રંગ જમાવો કિરીટની કમાલ હાસ્યની ધમાલના પાંચ ભાગ ઉપલબ્ધ છે.
આજે એત્રીસમી જુલાઇ અજરા અમર ગાયક મહમદ રફીની પણ પુણ્યતીથી છે. મુંબઇના ઉદ્યોગપતિ અનીલભાઇ પ્રતાપરાય પારેખ (મહુવા) કિરીટ વ્યાસના અદના ચાાહકે ગદ્દગદીત સ્વરે જણાવ્યું કે મુંબઇની એવી કોઇ સંસ્થા નહીં હોય જેણે છેલ્લા પચાસ વર્ષમાં કિરીટ વ્યાસને મનભરીને માણ્યો નહી હોય.
બાતે ભુલ જાતી હૈ, યાદે યાદ આતી હૈ ! કિરીટ વ્યાસ જેવા મહાન કલાકારને હાસ્યાંજલીનો પડઘો આવનાર અનેક વર્ષો સુધી સહૃદયોના રૂદીયામાંગાજતો રહેશે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
