<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

૧૫મી ઓગસ્‍ટે ધ્રોલમાં ભુચરમોરી શહિદ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજનઃ તલવારબાજી સ્‍પર્ધા, તેજસ્‍વી વિદ્યાર્થીઓનું મેડલથી સન્‍માનઃ યુવાઓને શપથ લેવડાવવામાં આવશે

રાજકોટઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ભૂચરમોરી શહીદ સ્‍મારક ટ્રસ્‍ટ- ધ્રોલ દ્વારા આગામી તારીખ ૧૫મી ઓગસ્‍ટને શુક્રવાર, શીતળા સાતમના દિવસે સવારે ૮ વાગ્‍યા થી સૌ પ્રથમ ધ્‍વજ વંદન કરી રાષ્ટ્ર ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. પાણીપતના યુધ્‍ધ પછીની સૌથી મોટી લડાઈ વી.સ.૧૬૪૮ માં ભૂચરમોરીના મેદાનમાં લડવામાં આવેલ જેને સૌરાષ્ટ્રના પાણીપત યુધ્‍ધ તરીકે જાણીતું છે જેમાં હજારો રાજપૂતો સહિતના સૈનિકોને શહીદી વ્‍હોરેલ હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ તલવાર બાજી સ્‍પર્ધા યોજવામાં આવેલ છે. જેમાં કન્‍વીનિયર તરીકે કિશોરસિહ જેઠવા (પાંડાવદર- ૯૯૨૫૨૪૮૨૫૧) નો સંપર્ક કરી નામ લખાવવાનું રહેશે. જેમાં ભાઈઓ તથા બહેનોની સિગલ તલવાર સ્‍પર્ધા અને ડબલ તલવાર સ્‍પર્ધા રાખવામાં આવેલ છે.

ઘોડેસવારી સ્‍પર્ધા માટે સહદેવસિંહ જાડેજા(૯૭૨૫૯૪૦૭૭૭), તથા અર્જુનસિહ જાડેજા (૯૯૭૯૮૬૪૫૪૩) નો સંપર્ક કરી નામ લખાવવાનું રહેશે.જેમાં કુલ ૩ સ્‍પર્ધા રાખવામાં આવેલ છે જેમાં ૧) રેવાલયાલ, ૨) બેરર રેસ, ૩) ટેંગ પૈક છે.

આ વર્ષથી ઇતિહાસ જ્ઞાન કસોટી લેવાયેલ હતી તેમાં ગુજરાત લેવલે પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ તેને અનુક્રમે ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ થી સન્‍માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત ધોરણ ૧૦ માં અને ધોરણ ૧૨ માં પ્રથમ ક્રમાંકે આવશે તે વિદ્યાર્થીઓને સિલ્‍વર મેડલ આપી સન્‍માનિત કરવામાં આવશે.જેના માટે પશુભા જાડેજા(૯૮૨૪૮૪૪૧૫૬) નો સંપર્ક કરી નામ નોંધણી કરવાની રહેશે.

શપથગ્રહણ સમિતિ જેમાં કન્‍વિનીયર તરીકે દિગ્‍વિજયસિહ ઝાલા તથા સહ કન્‍વિનિયર તરીકે હિતેન્‍દ્રસિહ ઝાલા ઓમદેવસિહ જાડેજા, યુવરાજાસિહ સોઢાની નિમણૂક કરેલ છે.

આ કાર્યક્રમ છેલ્‍લા ૩૪ વર્ષથી અવિરત કરવામાં આવે છે જેમાં ડો.જયેન્‍દ્રસિહ જાડેજા, પી. ટી. જાડેજા, દીપકસિહ ઝાલા, હનુમંતસિહ જાડેજા, રુદ્રગતસિહ વાઘેલા, વિશુભાં ઝાલા,નિરુભા ઝાલા,દશરથબા પરમાર, જયશ્રીબા જાડેજા, ધ્રોલના સ્‍થાનિક વ્‍યવસ્‍થાપક સમિતિમાં રાજલા જાડેજા-ચેરમેન, નિરુભા જાડેજા-કન્‍વીનિયર, રાજેન્‍દ્રસિંહ વાઘેલા- સહ કન્‍વીનિયર ઉપરાંત શક્‍તિસિહ જાડેજા, સંજયસિંહ જાડેજા સેવા આપશે તથા દરેક જિલ્‍લા પ્રમુખો, કાર્યકર્તાઓ, મહિલા સંઘના અને યુવા પાંખના સદસ્‍યો તેમજ રાજકોટ, જામનગર, મોરબી,દ્વારકા અને ધ્રોલ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્‍લાના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહેલ છે.

આ કાર્યક્રમમાં યુવા દીકરીબાઓ અને દીકરાઓને સપથ લેવડાવવામાં આવશે જેમાં (૧) દેશ, દેશ ભક્‍તિ, તટસ્‍થ ન્‍યાયને હમેશા પ્રથમ મહત્‍વ આપવું,(૨) વારસામાં મળેલ જમીન કોઈપણ સંજોગોમાં વેચવી નહીં, (૩) દારૂ જેવા વ્‍યસનથી મુક્‍ત રહેવું,(૪)ઓનલાઈન પેઇડ ગેમ્‍સ કે જુગાર રમવા નહીં, (૫)માતા પિતાની સહમતી વગર લગન કરવા નહીં. (૬)ક્ષત્રિય ધર્મનું પાલન કરવું. (૭)મોબાઈલનો દૂર ઉપયોગ અટકાવવો. જેવી શપથ ગ્રહણ કરાવવામાં આવશે.

 

(3:04 PM IST)