તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર-સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના તરુણભાઈ ગઢવીનું અવસાન
રાહુલ ગાંધીએ શોક સંદેશો પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું અંતિમ યાત્રામા કોંગ્રેસના અનેક રાજકીય નેતાઓ તેમજ આગેવાનો,કાર્યકરો સહિતના જોડાયા

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ::સુરેન્દ્રનગર શહેરની કોંગ્રેસની સીટના ઉમેદવાર અને મુળી ગામના વતની તરુણભાઈ ગઢવીનું અવસાન થતા શોક છવાયો છે. તેઓ અમદાવાદની ઝાયડન્સ હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા હતા. તેઓના અવસાનના સમાચાર મળતા કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
તેમની અંતિમયાત્રા આજે સવારે અમદાવાદ ખાતેથી તેમના નિવાસસ્થાન બી.જે. ગઢવી (નિવૃત I.P.S.) અને પરિવારશ્રી બંગ્લોઝ, એરપોર્ટ સર્કલ,ઉમેદ હોટલ પાછળ,સરદારનગર,અમદાવાદ ખાતેથી નીકળી હતી અને ભદ્રેશ્વર સ્મશાનગૃહ, એરપોર્ટ રોડ, હાસોલ ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ શોક સંદેશો પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
