તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
આવતીકાલે અખંડ રામધુનનો 62માં વર્ષમાં મંગલ પ્રવેશ : "છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરની અખંડ રામધુનના 61 વર્ષ પૂર્ણ
અખંડ રામધુનનો મંગલમય પ્રારંભ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે તા.1-8-64ના રોજ કર્યો હતો : આવતીકાલે ઉત્સવ મનાવવામાં આવશે,સંઘ્યા આરતી સાથે 51 દિવાની મહાઆરતી થશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.31 : જામનગરના વિશ્ર્વ પ્રસિઘ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરમાં 61 વર્ષથી અખંડ રામધુન ચાલી રહી છે. આ અખંડ રામ નામ જાપ તા.1-8-25ના પાવન દિવસે 61 વર્ષ પૂર્ણ કરી 62માં વર્ષમાં મગંલ પ્રવેશ કરશે. આ અવસરે આવતીકાલે ઉત્સવ મનાવવામાં આવશે. જેમાં સંઘ્યા આરતી 7-30 સાથે 51 દિવાની મહાઆરતી થશે.
આ અખંડ રામધુનનો મંગલમય પ્રારંભ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે તા.1-8-64ના રોજ કર્યો હતો, તે પછી આજદિન સુધી રામધુન અવિરત રહી છે. ગમે તેવા સંજોગો હોય ભુકંપ, વાવાઝોડુ, કોરોના જેવી મહામારીમાં પણ આ અખંડ રામધુન બંધ રહી નથી. અહીં દેશ-વિદેશથી પણ હજારો શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
