News of Wednesday, 30th July 2025
મોરબીમાં સર્વાઈકલ કેન્સર વિરોધી રસી માટે નિઃશુલ્ક કેમ્પ સંપન્ન.
મોરબીમાં સૌપ્રથમ વખત સર્વાઇકલ કેન્સર વિરોધી રસી માટેનો નિ:શુલ્ક કેમ્પનું આયોજન

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ગત તા. 27 જુલાઈ રવિવારના રોજ Firstcry મોરબી દ્વારા મોરબીમાં સૌપ્રથમ વખત સર્વાઇકલ કેન્સર વિરોધી રસી માટેનો નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન – ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી અને Minu’s Sunday School નો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત આ કેમ્પ માટે મોરબીના નામાંકિત ગાયનોકોલોજીસ્ટ દેવીના બેનનો પણ ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કેમ્પમાં નિ:શુલ્ક સર્વાઇકલ વિરોધી રસી દેવશ્રી હોસ્પિટલમાં તેમના નિરીક્ષણ હેઠળ જ આપવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં મોરબીની દીકરીઓએ આ વિનામૂલ્યે રસીકરણનો લાભ લીધો હતો
(1:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
