News of Tuesday, 29th July 2025
44 મહિના પહેલા બનેલા મકાનો જર્જરીત બન્યા છે. 7 માળના બિલ્ડિંગમાં નીચેના પિલર તૂટવા લાગ્યા : ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને છેલ્લા માળ સુધીના મકાનોમાં અનેક જગ્યાઓ પર ગાબડાં : ભાવનગરના આવાસ યોજનામાં મકાન ધારકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને રજુઆત
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના હપ્તા ચાલુ છે તેમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના મકાન હોવા છતાં ભાડેથી રહેવા જવુ પડે તેવી પરિસ્થિતિ : જો ધરતીકંપ કે પછી કોઈ મોટી કુદરતી આપતી આવે ત્યારે મોટા પ્રમાણમાં જાનહાની સર્જાય તેવો ભય

ભાવનગર તા.૨૯ :ભાવનગર શહેરના આવાસ યોજનામાં મકાન ધારકો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પાઠવી રજુઆત કરી હતી. શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે. જે મકાન ધારકો દ્વારા જણાવ્યા અનુસાર 44 મહિના પહેલા બનેલા મકાનો જર્જરીત બન્યા છે. 7 માળના બનેલા બોલ્ડિંગના નીચેના પિલર તૂટવા લાગ્યા છે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને છેલ્લા માળ સુધીના મકાનોમાં અનેક જગ્યાઓ પર ગાબડાં પડ્યા હોવાની ઘટનાઓ બની છે.
જોકે આ મકાનો મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે. ત્યારે મકાનોની પરિસ્થિતી અંગે અનેકવાર મનપા કમિશનર અને જેતે વિભાગના અધિકારી તેમજ રાજકીય આગેવાનો સમક્ષ રજુઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના હપ્તા પણ શરુ છે. તેવામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના મકાન હોવા છતાં ભાડેથી રહેવા જવુ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે જો ધરતીકંપ કે પછી કોઈ મોટી કુદરતી આપતી આવે ત્યારે મોટા પ્રમાણમાં જાનહાની સર્જાય તેમ છે.
આશરે 1000 કરતા વધુ આવાસ યોજનાના મકાનોમાં વસતા લોકો ભયના ઓથાર હેઠળ પોતનું જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરી ખાતે રેલી સ્વારૂપે પહોંચી આવેદન આપી લોકોની મકાનની વ્યથા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
