તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની સ્ટીવ ગૂચ સાથે મુલાકાત

રાજકોટ, તા.૨૮ઃ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ જ્યોર્જિયા સ્ટેટ સેનેટમાં પધરામણી કરી, સેનેટર સ્ટીવ ગૂચ સાથે મુલાકાત કરી હતી.આ ઐતિહાસિક મુલાકાતમાં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ સેનેટર ગૂચને ''્રકિંગ ઓફ સાળંગપુર'' તરીકે ઓળખાતી ભગવાન હનુમાનજીની એક ભવ્ય પ્રતિમા અર્પણ કરી હતી. આ ઉપરાંતપ્રસાદીનું રક્ષા સૂત્ર હાથ પર બાંધ્યું હતું.ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્ત લિખિત પવિત્ર ગ્રંથ શ્રી શિક્ષાપત્રી પણ ભેટ કરી હતી.ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સ્મૃતિ તરીકે એક ગાંધી પેન પણ ભેટ આપી હતી. જેના દ્વારા સ્ટીવ ગુછ દ્વારા 'America first' કેમ્પૈન શરૃ કરી પોતાની ગાડીની નંબર પ્લેટ પર સહી કરવામાં આવી હતી.અને સ્ટીવ ગૂચને પોતાની ભારત યાત્રા દરમ્યાન સાળંગપુર ધામ દાદાના દર્શને પધારવા માટે આમંત્રણ આપ્યું હતું.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
