<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

પોરબંદરની ઓડદર ગૌશાળાના નિભાવ માટે દાતાઓ વરસ્‍યા : અત્‍યાર સુધીમાં દોઢ કરોડથી વધુ દાન

મહાનગરપાલીકા સંચાલીત ગૌશાળામાં સુવિધા વધારવા સહયોગ માટે બાલા હનુમાન ગૃપની ટહેલને પ્રતિસાદ : દાનની અવિરત સરવાણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૯: ઓડદર સ્‍થિત ગૌશાળામાં સુવિધા વધારવા સેવાકીય હેતુથી શ્રી બાલાહનુમાન  ગ્રુપ પોરબંદરના કેતનભાઈ ગજ્જર દ્વારા  નિરાધાર ગાયો અને નંદી માટે ૧૧,૦૦,,૦૦૦/- (અગિયાર લાખ) નું અનુદાન આપી એક સહાય અભિયાન શરૂ કરેલ જેને જબરો પ્રતિસાદ દાતાઓ આપી રહેલ છે. અત્‍યાર સુધીમાં ગૌશાળા માટે દોઢ કરોડથી વધુ દાન એકત્ર થયું છે.

બાલા હનુમાન ગ્રુપ દ્વારા તમામ સંસ્‍થાઓને ગૌ પ્રેમીઓને ગૌસેવાના કાર્યમાં પોતાનું યોગદાન આપવા અને ગૌ સેવાની વ્‍યસ્‍થાના ભાગરૂપે પોરબંદરની તમામ સંસ્‍થાઓ ફક્‍ત એક એક મહિનાની ગૌશાળાના નિભાવની જવાબદારી લઇ સુદ્રઢ આયોજન માટે સહાય કરે તેવી અપીલ કરી હતી. જે અનુસંધાને ગૌમાતા માટે દરિયાદિલ દાતાઓએ દાનની સરવાણી વહાવી દીધી છે અને પોરબંદરના ઓડદર સ્‍થિત ગૌ શાળા માટે શ્રી બાલા હનુમાન ગ્રુપ દ્વારા શરૂ કરેલ અભિયાનને  પ્રતિસાદ મળતા ગૌ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને ટૂંક સમયમાં પોરબંદર મહાનગરપાલિકા સાથે મળીને ગૌમાતાના નિભાવ તેમજ ગૌશાળામાં સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા સરળતા રહેશે.

આ ગૌશાળામાં દાન આપનાર દાતાશ્રીઓની યાદી આ મુજબ છે શ્રી બાલા હનુમાન ગ્રુપ (હ. કેતનભાઈ ગજ્જર) દ્વારા ૨,૫૧,૦૦૦/- (બે લાખ એકાવન હજાર) લેખે  કુલ પાંચ વર્ષ માટે દર વર્ષ આપી કુલ ૧૨,૫૫,૦૦૦ (બાર લાખ પંચાવન હજાર)નું અનુદાન, નેચર ક્‍લબ ઓફ પોરબંદર દ્વારા ૨,૫૧,૦૦૦/- (બે લાખ એકાવન હજાર) લેખે  કુલ પાંચ વર્ષ માટે દર વર્ષ આપી કુલ ૧૨,૫૫,૦૦૦ (બાર લાખ પંચાવન હજાર)નું અનુદાન,  હેલ્‍થ  એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ (હ. રામદેવભાઈ મોઢવાડીયા) તરફ થી ૨,૫૧,૦૦૦/- (બે લાખ એકાવન હજાર) લેખે  કુલ પાંચ વર્ષ માટે દર વર્ષ આપી કુલ ૧૨,૫૫,૦૦૦ (બાર લાખ પંચાવન હજાર)નું અનુદાન મળ્‍યું છે.

 જય સાગર મત્‍સ્‍ય ઉદ્યોગ સહકારી મંડળી લી. (જયસાગર પંપ), શિયાળ પરિવાર અને મોદી પરિવાર તરફથી સ્‍વ. હીરાલાલ (ઇકુભાઇ) શિયાળ ની સ્‍મળતિમાં રૂ. ૨,૫૧,૦૦૦/- (રૂપિયા બે લાખ એકાવન હજાર) દર વર્ષે એમ કુલ પાંચ વર્ષે ૧૨,૫૫,૦૦૦ (બાર લાખ પંચાવન હજાર)નું અનુદાન આપવામાં આવ્‍યું છે.

સ્‍વ. રંજનબેન કીશોરભાઈ કોટેચા ના સ્‍મરણાર્થે હાલ યુગાન્‍ડા, આફિકા સ્‍થિત કીશોરભાઈ બાબુલાલ કોટેચા (મોઢવાડા વાળા) તથા અમિત કિશોરભાઈ કોટેચા (યુગાન્‍ડા) (કોટેચા વષા ભંડાર) તરફથી રૂ. ૨,૫૧,૦૦૦/- (રૂપિયા બે લાખ એકાવન હજાર) દર વર્ષે એમ કુલ પાંચ વર્ષે ૧૨,૫૫,૦૦૦ (બાર લાખ પંચાવન હજાર)નું અનુદાન,  મૂળ પોરબંદરના વતની ભાવિકભાઈ કોટેચા (જે કે ટ્રેડર્સ) તરફથી રૂ. ૨,૫૧,૦૦૦/- (રૂપિયા બે લાખ એકાવન હજાર) દર વર્ષે એમ કુલ પાંચ વર્ષે ૧૨,૫૫,૦૦૦ (બાર લાખ પંચાવન હજાર)નું અનુદાન આપવામાં આવ્‍યું છે.

 શ્રી સાગરપુત્ર સમન્‍વય ટ્રસ્‍ટ (શ્રી પ્રવીણભાઈ ખોરાવા) તરફથી ૨,૫૧,૦૦૦/- (બે લાખ એકાવન હજાર) લેખે  કુલ પાંચ વર્ષ માટે દર વર્ષ આપી કુલ ૧૨,૫૫,૦૦૦ (બાર લાખ પંચાવન હજાર) નું અનુદાન,  વડાલા (કચ્‍છ) સ્‍વ. અનુપભાઈ ખીમજીભાઈ શેઠિયા ની સ્‍મળતિમાં (હ. નિરલભાઈ શેઠિયા) તરફથી રૂ. ૨,૫૧,૦૦૦/- (રૂપિયા બે લાખ એકાવન હજાર) દર વર્ષે એમ કુલ પાંચ વર્ષે ૧૨,૫૫,૦૦૦ (બાર લાખ પંચાવન હજાર)નું અનુદાન, બ્રિલિયન્‍ટ સી ગુલ પ્રા. લી. (હ. ભાવેશભાઈ મંકોડી) તરફથી રૂ. ૨,૫૧,૦૦૦/- (રૂપિયા બે લાખ એકાવન હજાર) દર વર્ષે એમ કુલ પાંચ વર્ષે ૧૨,૫૫,૦૦૦ (બાર લાખ પંચાવન હજાર)નું અનુદાન મળ્‍યું છે.

સ્‍વ. બાપુભા શિવુભા જાડેજા ( જીજી બાપુ), સ્‍વ વિજયસિંહ બાપુભા જાડેજા, સ્‍વ જયશ્રીબા વિજયસિંહ જાડેજા ની સ્‍મળતિમાં (હ. કુલદીપસિંહ વિજયસિંહ જાડેજા, સૂર્યદીપસિંહ વિજયસિંહ જાડેજા) તરફથી રૂ. ૨,૫૧,૦૦૦/- (રૂપિયા બે લાખ એકાવન હજાર) દર વર્ષે એમ કુલ પાંચ વર્ષે ૧૨,૫૫,૦૦૦ (બાર લાખ પંચાવન હજાર)નું અનુદાન,  શ્રી ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા શ્રીમતિ શોભનાબેન ભીમાભાઈ મોઢવાડિયા મુળ ગામ : વિસાવાડા હાલ : યુ.એસ.એ. તરફથી રૂા.૨,૫૧,૦૦૦ (રૂપિયા બે લાખ એકાવન હજાર) દર વર્ષે એમ કુલ પાંચ વર્ષે ૧૨,૫૫,૦૦૦ (બાર લાખ પંચાવન હજાર)નું અનુદાન મળ્‍યું છે. હજુ દાનની સરવાણી અવિરત ચાલુ છે.

શ્રી અશ્વિન ભરાણીયા ચરીટી ફાઉન્‍ડેશન (આશા હોસ્‍પિટલ એન્‍ડ બ્‍લડ બેન્‍ક)ના ટ્રસ્‍ટીગણ દ્વારા  રૂ. ૧,૨૧,૦૦૦/- (રૂપિયા એક લાખ એકવીસ હજાર) દર વર્ષે એમ કુલ પાંચ વર્ષે ૬,૦૫,૦૦૦ (છ લાખ પાંચ હજાર)નું અનુદાન (હ. કેતનભાઈ ભરાણીયા),  તિરુપતિ બાલાજી ગ્રૂપ ના પ્રદીપભાઈ ગોપલાની, મનીષભાઈ બાપોદરા, રાજેશ ભાઈ બામણીયા, રામજીભાઈ માંડલિયા , જીગ્નેશ ભાઈ પંડિત, રવિ ભાઈ અમરિલેયા તરફથી રૂ. ૧,૨૧,૦૦૦/- (રૂપિયા એક લાખ એકવીસ હજાર) દર વર્ષે એમ કુલ પાંચ વર્ષે ૬,૦૫,૦૦૦ (છ લાખ પાંચ હજાર)નું અનુદાન મળ્‍યું છે. ગૌશાળા માટે દાનની સરવાણી અવિરત ચાલુ છે.

માત્ર ૧ર કલાકમાં ગૌશાળાના નિભાવ માટે પ વર્ષનું દાન એકત્ર

પોરબંદર : બાલા હનુમાન ગ્રુપ ની સેનાએ ઓડદર ની ગૌ શાળાના લાભાર્થે ૧ કરોડ ૫૧ લાખનું દાન ૫ વર્ષ માટે એકત્ર કર્યું હતું. માત્ર ૧૨ કલાકમાં જ નોંધપાત્ર રકમ એકત્ર થઇ હતી. ગૌ માતા માટે દરિયાદિલ દાતાઓએ દાનની સરવાણી વહાવીઃ ગૌ પ્રેમીઓમાં આનંદની લાગણી વ્‍યાપી ગઇ છે. 

(11:37 AM IST)