<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

મોરબીના ગૂંગણ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ,460 લીટર આથો, ભઠ્ઠીના સાધનો સાથે ત્રણ ઝબ્બે.

-આરોપીઓને દેશી દારૂની ચાલુ બઠ્ઠી સાથે ઝડપી લઈ 460 લીટર ઠંડો આથો, 50 લીટર ગરમ આથો, 15 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો જપ્ત કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગૂંગણ ગામની સીમમાં નદીના કાંઠે દરોડો પાડી આરોપી મહેશ દિનેશભાઇ સાતોલા રહે.ગૂંગણ, શૈલેષ મનજીભાઈ કુંવરિયા રહે.ધરમપુર અને આરોપી સિદ્ધરાજ નાનજીભાઈ દેગામા રહે.ગૂંગણ વાળાઓને દેશી દારૂની ચાલુ બઠ્ઠી સાથે ઝડપી લઈ 460 લીટર ઠંડો આથો, 50 લીટર ગરમ આથો, 15 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 13,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

(12:08 AM IST)