તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Monday, 28th July 2025
અમરેલીના ઢુંઢીયા પીપળીયામાં વૃધ્ધ દંપતિની હત્યા કરનારની રિમાન્ડની તજવીજ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૮: અમરેલીના ઢુંઢીયા પીપળીયામાં વૃધ્ધ દંપતિના હત્યા કરનારા ૪ શખ્સો ઝડપાયા બાદ તેનાં રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે.
ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત ની સુચનાથી અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ નાઓના સુપરવિઝન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.વી.એમ. કોલાદરા તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.આર.ડી. ચૌધરી તથા અમરેલી એલ.સી.બી. પો.સ.ઈ.કે.ડી. હડીયા, એમ.ડી. ગોહિલ, આર.એચ. રતન તથા વડીયા પો.સ્ટે. પો.સ.ઈ. એ.એન. ગાંગણા તથા અમરેલી સીટી પો.સ્ટે. પો.સ.ઈ. એમ.બી. ગોહિલ, એન.બી. ભટ્ટ નાઓની ૫૦ થી વધુ પોલીસની જુદી જુદી ટીમો બનાવી, આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હતું.
પોલીસે રામજી ઉર્ફે બાલો પ્રાગજીભાઈ ઉર્ફે પાગાભાઈ સોલંકી,ઉ.વ.૨૫, રહે. ઢુંઢીયા પીપળીયા તા.વડીયા, જિ.અમરેલી, આશીષ ઉર્ફે બાવ પ્રાગજીભાઈ ઉર્ફે પાગાભાઈ સોલંકી, ઉ.વ.૨૨, રહે. ઢુંઢીયા પીપળીયા તા.વડીયા, જિ.અમરેલી, અનીલ ઉર્ફે અનકો કેશુભાઈ સોલંકી, ઉ.વ.૨૫, ૨હે ઢુંઢીયા પીપળીયા તા.વડીયા, જિ.અમરેલી, મીઠુ ઉર્ફે રામસિંગ પીડીયાભાઈ મુહા, ઉ.વ.૪૫, રહે. બડી ઢેબર, સુંહા ફળીયું. તા.જિ. જામ્બુઆ (મધ્યપ્રદેશ) હાલ રહે ઢુંઢીયા પીપળીયા, તા.વડીયા, જિ.અમરેલી ની ધરપકડ કરાઇ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકસંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ તથા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.વી.એમ. કોલાદરા તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.આર.ડી. ચૌધરી તથા અમરેલી એલ.સી.બી. પો.સ.ઈ.કે.ડી. હડીયા, એમ.ડી. ગોહિલ, આર.એચ. રતન તથા વડીયા પો.સ્ટે. પો.સ.ઈ. એ.એન. ગાંગણા તથા અમરેલી સીટી પો.સ્ટે. પો.સ.ઈ. એમ.બી. ગોહિલ, એન.બી. ભટ્ટ તથા અમરેલી એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, હરેશસિંહ પરમાર, ઘનશ્યામભાઈ મકવાણા, કાનાભાઈ સાંખટ તથા હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, તુષારભાઈ પાંચાણી, મનિષભાઈ જાની, દશરથસિંહ સરવૈયા, જયેન્દ્રભાઈ બસીયા, ગોકુળભાઈ કળોતરા, મહેશભાઈ રાઠોડ, અશોકભાઈ કલસરીયા, મહેશભાઈ મુંઘવા તથા પો.કોન્સ. રમેશભાઈ સીસારા, પરેશભાઈ દાફડા, ભાવિનગીરી ગૌસ્વામી, શિવરાજભાઈ વાળા તથા એસ.ઓ.જી. ટીમ તથા પેરોલ સ્કોડ તથા વડીયા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
