News of Sunday, 27th July 2025
મોરબીની અવની ચોકડી પાસે આખલા યુદ્ધમાં અનેક વાહનોને નુકસાન, શહેર ભરમાં રજળતા ઢોરના ત્રાસથી પ્રજા ત્રાહિમામ!
શહેરના મુખ્ય રોડ રસ્તા શેરી ગલીઓ માં રાજળતા ઢોરનો રોજીદો આતંક તંતરા મુકપ્રેક્ષક!

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ઠેર ઠેર રઝળતા પશુઓની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. એક તરફ મહાપાલિકા દ્વારા ઢોર પકડ ઝુંબેશ ચલાવામાં આવી રહી છે. છતાં પણ આખલાઓનો ત્રાસ હજુ શહેરમાં યથાવત જ છે. આજે અવની ચોકડીએ આખલાઓના યુદ્ધમાં ત્યાં પાર્ક કરેલા અનેક વાહનોને આખલાઓએ હડફેટે લઈ નુકસાન પહોચાડ્યું હતું. સદનસીબે આ બનાવમાં નુકસાની સિવાય બીજું કશું ન થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.
મોરબીના તમામ પ્રવેશદ્વાર પર આખલાઓના અડિંગા હવે તો ગ્રીનચોક, નહેરુ ગેટ ચોક તેની આજુબાજુની શેરીઓમાં પણ આ આતંકથી બાળકો, મહિલાઓ સહીત વાયોવૃદ્ધ વડીલો પણ ગળે આવી ગયા છે પણ મોરબીના વિકાસની વાતોના બણગા ફૂંકતા શાસન કે પ્રસાસન ne આ દેખાતુ નં હોય તેવુ લાગી રહ્યુ છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
