<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

મોરબીમાં ભૂગર્ભ સફાઈ પર ભાજપ અગ્રણીની દેખરેખ: સમસ્યાનું નિરાકરણ કરાવ્યું

ચોકઅપ થયેલ ભૂગર્ભની કુંડીઓ ભરાઈ હોવાથી અને રહેવાસીઓની ફરિયાદો ઉઠતી હોવાથી પાલિકા દ્વારા આ કુંડીઓ કલાકોની જહેમત બાદ સાફ કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ વોર્ડ નં ૯  ચોકઅપ થયેલ ભૂગર્ભની કુંડીઓ ભરાઈ ગઈ હોવાથી અને રહેવાસીઓની ફરિયાદો ઉઠતી હોવાથી પાલિકા દ્વારા આ કુંડીઓ કલાકોની જહેમત બાદ સાફ કરવામાં આવી હતી ત્યારે આ વિસ્તારના ભાજપ અગ્રણીઓ મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા તેમજ 108 નથી હુલામણા નામથી જાણીતા પૂર્વ કાઉન્સિલરના પુત્ર હિરેનભાઈ કરોતરનો સહયોગ મળવા સાથે તેમણે દેખરેખ રાખી સમસ્યા હલ કરી હતી તેમ યાદીમાં જણાવાયુ છે

(11:52 PM IST)