News of Thursday, 24th July 2025
મોરબીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે યોજાનાર શોભાયાત્રાના આયોજન સંદર્ભે શુક્રવારે મીટીંગ.
શુક્રવારે રાત્રે ૯ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે મીટીંગ યોજાશે:દરેક હિંદુ સંગઠનોના કાર્યકરો અને આગેવાનો તેમજ નગરજનોએ ઉપસ્થિત રહેવા અનુરોધ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : અખિલ બ્રહ્માંડના નાથ, યશોદાનંદન ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ એટલે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે મોરબી ખાતે દર વર્ષ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે હિંદુ સંગઠનો દ્વારા આયોજનની ચર્ચા માટે શુક્રવારે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રાના આયોજન માટે તા. ૨૫ ને શુક્રવારે રાત્રે ૯ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે મીટીંગ યોજાશે જેમાં દરેક હિંદુ સંગઠનોના કાર્યકરો અને આગેવાનો તેમજ નગરજનોએ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
