તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા ભક્તો માટે 'મારા દાદાને મારી રાખડી' અભિયાન શરૂ
મંદિર વિભાગ દ્વારા સંતો મહંતો દ્વારા પણ દાદા તમામ ભક્તોની રક્ષા કરે તેવી પ્રાર્થના કરવામાં આવશે

બોટાદ: સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગ દ્વારા ભક્તો માટે મારા દાદાને મારી રાખડી અંતર્ગત અભિયાન શરૂ કર્યું છે. ભક્તોની દાદા રક્ષા કરે તેવા ભાવ સાથે રાખડી અને પ્રાર્થના પત્ર ભક્તો દ્વારા મોકલવામાં આવે અને તે પત્ર તેમજ રાખડી રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદાના ચરણોમાં ધરવામાં આવશે તેવું મંદિર વિભાગ આયોજન દ્વારા કરવામાં આવ્યું છે.
બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર હનુમાનજી દાદાનું સુવિખ્યાત દાદાના ધામમાં લાખોની સંખ્યામાં દાદા પ્રત્યેની શ્રદ્ધા અને ભાવ રાખનાર ભક્તો અહીં આવી અને દાદાના દરબારમાં દર્શન કરતા હોય છે. ત્યારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે જેને આપણે રાખડી બાંધતા હોય તે આપણી રક્ષા કરે તેવા ભાવ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગ દ્વારા આ વર્ષે પણ દાદાના ભક્તો દાદાને રાખડી અને એક પ્રાર્થના પત્ર સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મોકલી આપે અને પત્રમાં દાદા ભક્તોની રક્ષા કરે તેવો ભાવ રજૂ કરે તે પત્રો તેમજ રાખડી રક્ષાબંધનના પવિત્ર દિવસે દાદાના ચરણોમાં મૂકવામાં આવશે.
મંદિર વિભાગ દ્વારા સંતો મહંતો દ્વારા પણ દાદા તમામ ભક્તોની રક્ષા કરે તેવી પ્રાર્થના કરવામાં આવશે. દર વર્ષે રક્ષાબંધન પર્વ પહેલા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અલગ અલગ પ્રકારની રાખડીઓ તેમજ પ્રાર્થના પત્ર મોકલતા હોય છે. તે જ રીતે આ વર્ષે પણ ભક્તો રાખડી અને પત્ર મોકલે તેવું સાળંગપુર હનુમાનજી મંદિરના સંતો દ્વારા પણ ભક્તોને આહવાન કરવામાં આવેલ છે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
