તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
માળિયા ફાટક પાસે નજીવી બાબતે છરીનો ઘા ઝીંકી દીધો, જાનથી મારી નાખવાની ધમકી.
ફરિયાદી અને આરોપી રીક્ષા ચલાવતા હોય પેસેન્જર ઓછા વધતા ભાડા બાબતે ખાર રાખી આરોપી અબ્બાસે રણછોડને છરીનો એક ઘા મારી ઈજા પહોંચાડી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક પાસે એક રીક્ષા ચાલક પાસે રૂ. ૫૦ માંગતા આપવાની ના પાડી હતી જેથી રીક્ષા ચાલકને છરીનો ઘા ઝીંકી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના ઇન્દિરાનગરના રહેવાસી રણછોડભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૨૮) આરોપી અબ્બાસ અલારખા મોવર (રહે મોરબી ટીંબડી પાટિયા પાસે વાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી પોતાની રીક્ષા પેસેન્જર ભાડામાં ચલાવે છે અને આરોપી અબ્બાસ તેના ભાઈ ઇમરાનની રીક્ષા અને ભાણેજ સબ્બીર પણ રીક્ષા પેસેન્જર ભાડામાં ચલાવે છે આરોપી અબ્બાસે ફરિયાદી પાસે રૂ ૫૦ માંગતા આપવાની ના પાડી હતી.
તથા ફરિયાદી અને આરોપી રીક્ષા ચલાવતા હોય પેસેન્જર ઓછા વધતા ભાડા બાબતે ખાર રાખી આરોપી અબ્બાસે રણછોડને છરીનો એક ઘા મારી ઈજા પહોંચાડી હતી તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
