તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
મોરબી લોક દરબારમાં ગૃહમંત્રીને રજૂઆત કરવા જતા મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા રસ્તામાંથી અટકાયત.
કાર્યકરોને પોલીસ અધિકારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને લઈ જવાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આજે સાંજે ગૃહમંત્રી પધાર્યા છે. ખાસ આજે તેઓ નાગરિકો અને અરજદારોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળવા પહોંચ્યા છે. ત્યારે તેમને રજૂઆત કરવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, રમેશભાઈ સદાતીયા, દિવ્યેશ મગુનિયા,પરિમલ કૈલા અને કિશન જોટાંગીયા દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મોરબીના કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો લઈને લેખિતમાં રજૂઆત ક૨વા જતા હોય ત્યારે રસ્તામાંથી પોલીસ અધિકારીઓ દ્વારા A ડિવિઝન પોલીસ સ્ટેશન પર લઈ જઈ અટકાયત કરવામાં આવી છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
