<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

મોરબીમાં ભાજપ દ્વારા 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવાશે.

રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર રોડ, મોરબી ખાતે સાંજે 4:30 થી 7 કલાક દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા તા. 26-7-2025 ને સોમવારના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે.


આ ઉજવણી અંતર્ગત રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર રોડ, મોરબી ખાતે સાંજે 4:30 થી 7 કલાક દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે, લગભગ 3 મહિના સુધી ચાલેલા ભારત - પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમ્યાન બહાદુર સૈનિકોએ 26 જુલાઈ 1999ના રોજ કારગિલમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.


 

(10:44 PM IST)