તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ : જૂઓ વિડીયો
બિલ્ડર પાસે ફસાયેલા નાણાં માત્ર એક કલાકમાં અરજદારને પરત મળી ગયા

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાના કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન લોકદરબારનુ આયોજન કર્યું હતું અને સીધા અરજદારો સાથે સંવાદ કર્યો હતો.
મંત્રીએ કચ્છમાં રહેતા અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી. સંવેદનશીલ અભિગમ સાથે મંત્રીએ અરજદારોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. એક નોંધપાત્ર ઘટનામાં, એક અરજદારે જણાવ્યું કે તેમણે મકાન ખરીદવા માટે એક બિલ્ડરને ૫૨,૦૦૦ રૂપિયાની એડવાન્સ રકમ આપી હતી, પરંતુ બુકિંગ રદ કરવા છતાં બિલ્ડરે આ રકમ પરત કરી ન હતી. મંત્રીને મળેલી આ રજૂઆત બાદ પોલીસ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો. પરિણામે, માત્ર એક કલાકમાં અરજદારને તેમની ફસાયેલી રકમ પરત મળી ગઈ. આ ઝડપી નિરાકરણ બદલ અરજદારે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો.
આ લોકદરબારથી નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ બાબતે ગૃહ રાજ્ય મંત્રીની તત્પરતા અને સંવેદનશીલતા સ્પષ્ટ થાય છે, જેનાથી કચ્છના લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
