<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

જેતપુરના સરધારપુર ગામ પાસે બાઈક ચાલકે કાબુ ગુમાવતા ફંગોળાઈ મીની કેનાલમાં ખાબક્યા : એક યુવાનનું ઘટના સ્સ્થળે મોત : એક ઘાયલ

ઇજાગ્રસ્તને જેતપુર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થ જૂનાગઢ ખસેડાયો

રાજકોટ જિલ્લામાં જેતપુરના સરધારપુર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકે ગોળાઈમાં કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક ફંગોળાઈને રોડ સાઈડમાં આવેલ મીની કેનાલના ધોરીયામાં ખબક્યા હતા. અકસ્માતની ઘટનામાં બાઇકમાં સવાર બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. બાઇકમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તને જેતપુર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થ જૂનાગઢ ખસેડાયો છે. જેતપુર ઉદ્યોગ નગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે

(8:58 PM IST)