તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
બગોદરામાંથી ૧ કરોડનો દારૂ ઝડપાયો : ટ્રકચાલકની ધરપકડ : જૂનાગઢના બુટલેગરે મગાવ્યો હોવાનો ખુલાસો
વોન્ટેડ બુટલેગર અને દારુ સપ્લાય કરનારાની શોધખોળ : 1.04 કરોડનો દારુ અને ટ્રક સહિત કુલ 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૪ : ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુ તેમજ અન્ય નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના બગોદરામાંથી 1 કરોડનો દારુનો જથ્થો ઝડપાયો છે. બગોદરા પાસે આવેલી દ્વારકેશ હોટલ પાસે ટ્રકમાં તપાસ કરતા દારુનો જથ્થો મળી આવ્યો છે.
મળતી માહિતી અનુસાર જૂનાગઢના બુટલેગરે 1 કરોડનો દારુ મગાવ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં 1.04 કરોડનો દારુ અને ટ્રક સહિત કુલ 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સેલવાસથી જૂનાગઢ દારુનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે પોલીસે ટ્રકને ઝડપી પાડ્યો હતો અને ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે. વોન્ટેડ બુટલેગર અને દારુ સપ્લાય કરનારાની શોધખોળ શરુ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સેલવાસથી જૂનાગઢ દારુનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે પોલીસે બગોદરા પાસે આવેલી હોટલ પાસેથી 1 કરોડના દારુનો જથ્થો ઝડપ્યો હતો. જેના પગલે પોલીસે ટ્રકચાલકને સકંજામાં લઈ વધારે તપાસ હાથ ધરી છે
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
