તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
દારૂ, ડ્રગ્સ, કાયદો- વ્યવસ્થા, રસ્તા સહિતના મુદે વિરજીભાઇ ઠુંમરની રજુઆત
મુખ્ય સચિવને પત્ર પાઠવતા અમરેલીના પૂર્વ સાંસદ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨૪: અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે રાજયના મુખ્ય સચિવશ્રીને પત્ર પાઠવીને દારૂ, ડ્રગ્સ, કાયદો-વ્યવસ્થા, નકલી ઓફીસો, ભ્રષ્ટ્રાચારમાં ગુજરાતમાં નં.-૩ ઉપર, રોડ રસ્તા અને પુલો, ટ્રાફિક સમસ્યા તેમજ પશુઓ અને ખાડાને કારણે જર્જરીત પુલ અને અતિ બિસ્માર રસ્તાઓના કારણે લોકોમાં વધેલી પરેશાની અને એસ.ટી.ડેપોની ગંદકી તેમજ અકસ્માતમાં માનવભોગ બનતી ગુજરાતની સમસ્યા, ખેડુતો મહિલાઓ તેમજ નાના વર્ગના આત્મવિલોપન બાબત યોગ્ય કરવા માંગ કરી છે. અને વિવિધ બનાવોની યાદી સાથે રજુઆત કરી છે.
વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યું છે કે, આખા ગુજરાતની સમસ્યા તપાસવામાં આવે તો ગુજરાત કર્યા પહોંચે. ગાંધી અને સરદારએ અંગ્રેજોના શાસનમુકત કરાવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મુંબઈ રાજ્યમાંથી ૧૯૬૦ માં ગુજરાત રાજ્ય સ્થાપી પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા અમરેલી જિલ્લાએ આપ્યા. અમરેલી જિલ્લા અનેક આગેવાનો લોકોની ચિંતા માટે સરકારમાં રજુઆત કરે તો પણ પરિણામ શુન્ય આવે છે. અમરેલી આર.બેન્ડ બી. કચેરીનાં ઇજનેર, એસ.ઓ. ની ભ્રષ્ટ્રાચાર ભ્રષ્ટ્રનીતિ ની તપાસ કરવામાં આવે મિલકતની તપાસ કરવામાં આવે તો કેટલા કરોડો કમાયા છે કેટલી કટકી કરી તેનો ખ્યાલ આવશે, જાહેરજીવનનાં આગેવાન તરીકે અમારી સાથી રજુઆતનું પણ પરિણામ ન આવે તો હવે કીને કહેવું? રાજ્યનાં મુખ્ય સચિવ તરીકે આપનો સીવીલ કોડ છે તે પ્રમાણે મુખ્યમંત્રી પછી કોઇની વધારે જવાબદારી હોય તો તે નૈતિક ફરજ આપની બને છે. ત્યારે દુઃખી હૃદયે આ પત્રથી પ્રેસ કટીંગ સાથે રજુઆત મોકલી રહ્યો છું, શાંત ચીતે વિચારી મારી વાત થોડી ઘણી પણ સાચી લાગે તો ન્યાય આપશો તેવી મારી માંગણી છે, બાકી તો આજ હજુ તો પેપર કે મીડીયા સાચી વાત લખતા ડરી રહ્યાં છે જો આ સાચી વાત લખતા થશે તો ગુજરાત શ્રીલંકા અને બાંગ્લાદેશ પછી આવા બનાવોમાં ગુજરાત પ્રથમ ક્રમે હશે તેવું ખાનગીમાં લોકમુખે ચર્ચાઇ રહ્યું છે, તો ઉકત મારી રજુઆતને ન્યાય આપવા પ્રયત્ન કરશો તેવી મારી માંગણી છે.
સાથો-સાથ સારાય ગુજરાતમાં પડેલા ખાડાઓ અને અમરેલી જિલ્લાને આપેલી રજુઆતને ન્યાય મળે તેવી માંગણી છે તે માટે જેતે વિભાગને સુચન કરશો તેમ અંતમાં વિરજીભાઇ ઠુંમરે માંગ કરી છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
