તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
સાવરકુંડલાના પીપરવાડીના નવા રોડનું ‘સ્વ.શ્રી જયસુખભાઈ નાકરાણી માર્ગ' નામકરણ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ર૪: સાવરકુંડલાના કર્મઠ સેવાનુંરાગી સ્વ.શ્રી જયસુખભાઈ નનુંભાઈ નાકરાણી કે જેઓ શહેર ભાજપ સંગઠનના મહામંત્રી તેમજ સાવરકુંડલા નગરપાલિકામાં સતત ત્રણ ટર્મ સુધી વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર તરીકે સેવા આપેલ જેમાં નગરપાલિકા ઉપપ્રમુખ, બાંધકામ સમિતિ ચેરમેન તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી હતી અને શહેરભરમાં અપાર ચાહના પ્રાપ્ત કરી હતી
જેઓ પાલિકાના કામ અર્થે ગાંધીનગર ગયેલા ત્યારે અમદાવાદ પાસે માર્ગ અકસ્માતમાં તેમનુ દુઃખદ અવસાન થયું હતું શહેરના લોકપ્રિય આગેવાનની શહેરીજનો પ્રત્યેની નિષ્ઠા અને સેવાની કાયમી સ્મળતિ જળવાઈ રહે તે માટે સ્વ. જયસુખભાઇ નાકરાણીના મિત્ર મંડળ દ્વારા સ્વ. નાકરાણીના વિસ્તારમાં નવા બનેલ પીપરવાડી-બાયપાસ રોડ સાથે નાકરાણી નુ નામ જોડવા રજુઆત કરવામાં આવતા તા.૨૩/૭/ ના બુધવારે સ્વ. નાકરાણીની બીજી પૂણ્ય તિથિ નિમિત્તે સાંજે પાંચ વાગ્યે સાદગીભર્યાં કાર્યક્રમમાં પિપરવાડી માં નવા બનેલા રોડ નુ ભાજપ ના કર્તવ્ય નિષ્ઠ અને પ્રમાણિક કાર્યકર ‘સ્વ.શ્રી જયસુખભાઈ નાકરાણી માર્ગ' નામકરણ કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, સ્વ. જયસુખભાઇ ના પિતા નનુભાઈ નાકરાણી સાથે પરીવારના સભ્યો, નગરપાલીકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ શ્રી પ્રતીકભાઇ નાકરાણી, કારોબારી ચેરમેન શ્રી અશોકભાઈ ચોહાણ, પાલીકા ના સદસ્યો, શહેરના આગેવાનો, ભાજપના કાર્યકરો, પત્રકારો સહીત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. નાકરાણી ની સેવાઓ ને યાદ કરી તેમનાં પ્રત્યે કળતજ્ઞતા વ્યક્ત કરી હતી ભવિષ્યમાં આ રોડને અમરેલી બાયપાસ રોડ સાથે જોડી દેવામાં આવશે જેથી પીપરવાડી વિસ્તાર ના લોકોને બાયપાસ જવા માટે ૨.૦૦ કિમી નું અંતર ઘટશે અને સાવરકુંડલા શહેરને બાયપાસને જોડતા રેલ્વે ફાટક મુક્ત એક નવા રસ્તા ની સુવિધા મળશે. સ્વ.નાકરાણી ના રાજકિય ગુરૂ અને પાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રી ડી. કે. પટેલે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
