<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

સોમનાથ મહાદેવ મંદિરે કાલથી ભાવિકો ઉમટશેઃ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

જીલ્લા કલેકટર એન. વી. ઉપાધ્‍યાય અને જીલ્લો પોલીસવડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં વિવિધ સ્‍થળોનું નિરીક્ષણ

(દિપક કકકકડ દ્વારા) વેરાવળ તા. ર૪ :.. આગામી તા. ૨૫ જુલાઈના રોજથી હિન્‍દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે, ત્‍યારે દ્વાદશ જ્‍યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્‍યોર્તિલિંગ એવા સોમનાથ મંદિર ખાતે ભાવિક ભક્‍તોની દર્શન માટે સમગ્ર માસ દરમિયાન ભીડ રહે છે.

શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્‍તોને કોઈ અગવડ ન પડે અને શાંતિપૂર્વક દર્શન થઈ શકે તે માટે તંત્ર દ્વારા વિવિધ વ્‍યવસ્‍થાઓ ઊભી કરવામાં આવી છે.

મંદિર અને તેના આસપાસના પરિસર ખાતે સુરક્ષા અને સલામતી જળવાય તે માટે આજે જિલ્લા કલેકટર શ્રી એન.વી. ઉપાધ્‍યાય અને જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજાની અગવાઈમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્‍થળ મુલાકાત લઈ તેની સમીક્ષા કરી હતી.

કલેકટર શ્રી ઉપાધ્‍યાયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવિક ભક્‍તોને મંદિરમાં દર્શન અને સલામતી બાબતે કોઈ અગવડ ના પડે તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ વ્‍યવસ્‍થાઓની ચકાસણી કરી હતી.

ભાવિક ભક્‍તોને મંદિર તરફ આવવાના માર્ગમાં ટ્રાફિકની અગવડ ના પડે, ભીડમાં કોઈ દર્શનાથીને સ્‍વાસ્‍થ્‍યની સમસ્‍યા સર્જાય તો આરોગ્‍યની ફર્સ્‍ટ એઈડ સારવાર મળી રહે તે માટે ડેસ્‍ક, સલામતી અને પૂછપરછ માટેનો ડેસ્‍ક, પ્રસાદ અને ભોજન સહિતની વ્‍યવસ્‍થાઓ નિહાળીને ઉપસ્‍થિત કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

તેમની આ મુલાકાતમાં નિવાસી અધિક કલેક્‍ટર શ્રી રાજેશ આલ, ઙ્કાંત અધિકારી શ્રી વિનોદ જોશી, સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ કર્મચારીઓ તથા મંદિર ટ્રસ્‍ટના અધિકારીઓ- કર્મચારીઓ જોડાયાં હતાં.

(11:56 AM IST)