<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાપટા યથાવતઃ ગિરનાર રોપ-વે બંધ સાર્વત્રિક વરસાદની રાહ જોતા ખેડુતો

રાજકોટ તા.૨૪: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ સાથે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે. ગિરનાર રોપ-વે આજે બંધ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ખરાબ વાતાવરણથી ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રહેતા પ્રવાસીઓ મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા.

બુધવારે ગિરનાર પર્વત પર વાદળોનું આક્રમણ થતા વાતાવરણ વિપરીત થઈ ગયું હતું તેના કારણે ગિરનાર રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. આજે પણ ખરાબ વાતાવરણના કારણે સવારથી ગિરનાર રોપવે શરૂ થઈ શકયો ન હતો.

સતત બીજા દિવસે પણ રોપવે સેવા બંધ રહેતા દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ સહિતના લોકોને રોપ-વેની સફર માણવાથી વંચિત રહેવું પડ્‍યું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૬.૨, મહતમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૮૯%, પવનની ગતિ ૮ કિ.મી. રહી છે.

(11:56 AM IST)