<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

નકલી સોનુ આપી ઠગાઇ આચરતી બાવરી ગેંગના માંગરોળના એક અને જુનાગઢના બે શખ્‍સોને ઝડપી લેતી અમરેલી પોલીસ : હજુ ૪ આરોપી ફરાર

 

અમરેલી, તા. ર૪ : સસ્‍તુ સોનુ આપવાના બહાને નકલી સોનું આપી દસ લાખની છેતરપીંડીના ધારી પોલીસ સ્‍ટેશનના ગુનાના કામે છેતરપીંડી કરનાર બાવરી ગેંગના ત્રણ સભ્‍યોને રોકડ રકમ સહિત કુલ કિ. રૂ.૯,૫૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે અમરેલી એલ.સી.બી. ટીમએ ઝડપી લીધેલ છે.

વનીતાબેન કાન ભાઈ ચૌહાણ, રહે.માધુપુર (ઘેડ), સાગરશાળાની બાજુમાં, તા.જિ.પોરબંદર વાળાને આરોપી જાબીરભાઈ ઈકબાલભાઈ બાનવાર તથા આસીફભાઈ હૈદરભાઈ રફાઈ રહે.બન્ને માંગરોળ માલીપુત્રની બાજુમા તા.માંગરોળ જિ.જુનાગઢ તથા બીજા બે અજાણ્‍યા માણસોએ રરતા ભાવે સોનુ ખરીદ કરવાની લાલચ આપી વિશ્વારમાં દાઈ ગઈ તા. ૧૬/૦૬/૨૦૨૫ નાં ધારી ખાતે બોલાવી ખોટુ સોનુ આપી તેમની પાસેથી રૂપિયા દસ લાખ લઇ  ઠગાઈ કરી ગુનો કરેલ.

આ ગુનાના ફરિયાદીની પુછપરછ કરી, આરોપીના વર્ણન અંગે  માહિતી મેળવી, ગુનાના આરોપીને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમ્‍યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ત્રણ ઇસ્‍મોને રોકડ રકમ તથા નકલી સોનાના સિક્કા તથા વાહન સહિતનો મુદ્દ માલ કબ્‍જે કરી.

(૧) દીલીપ જીવનભાઈ સોલંકી, ઉ.વ.૩૩, રહે.જુનાગઢ, ગહેતાનગર, સરકારી વસાહત, ૬૬ કે.વી. પાસે, (૨) ઈશ્વર ગંગારામ વાઘેલ, ઉ.વ.૩૦, રહે.જુનાગઢ, મહેત નગર, સરકારી વસાહત, ૬૬ કે.વી. પાસે, (૩) આસીફ ભીખુશા રફાઇ, ઉ.વ.૩૧, રહે.માંગરોળ, એહમદ કોલોની, પોરબંદર રોડ ઝડપી લીધા છે અને

(૧) રાજેશ ઉર્ફે રાજુભાઈ જીવનભાઈ સોલંકી રહે. જુનાગઢ. (૨) મોહન ગંગારામભાઇ વાઘેલા રહે.જુનાગઢ. (૩) ગોવિંદ દેવાભાઈ રાહોક રહે.જુનાગઢ, (૪) જાબીર ઈકબાલભાઈ બાનવા રહે.માંગરોળ ફરાર રહ્યા છે.

(૧) રોકડા રૂ.૭,૪૦,૦૦૦/- (૨) એક સોનાનો સિક્કો વજન ૧.૪૦ મીલી ગ્રામ કિ.રૂ.૧૩,૦૦૦/- (૩) સોના જેવા દેખાત ધાતુના સિક્કા નંગ - ૫૪૩ કિ.રૂ.૨,૦૦૦/- (૪) એક ઓપ્‍પો કંપનીનો એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૩,૦૦૦/- (૫) યોક બજાજ કંપની of MAXIMAZ CNG મોડલની ઓટો રીક્ષા રજી નં. GJ-૧૧-૦૧-૭૩૫૪ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૯,૫૮,૦૦૦/- નો મુદ્દામાલ છે.

મહીના પહેલા ઉપરોક્‍ત પકડાયેલ ત્રણેય ઇસમોએ સહ આરોપી રાજેશ ઉર્ફે રાજુભાઈ જીવનભાઈ સોલંકી તથા મોહનભાઈ ગંગારામ ભાઈ વાઘેલા તથા ગોવિંદ દેવાભાઇ રાઠોડ રહે.ગહોય જુનાગઢ તથા જાબીરભાઈ ઇકબાલભાઇ બાનવા રહે.માંગરોળ વાળા બધાએ સાથે મળી માધવપુર ખાતે રહેતા અકરમ ભાઇ તથા ઓસમાણભાઇ તથા વનીતાબેન ચૌહાણ સાથે એનકેન પ્રકારે સંપર્કમા રહી તેઓને સોનાના સિક્કા ખરીદ કરવાની લાલચ આપી, વિશ્વાસમાં લઇ છેતરપીંડીથી ખોટા પીળી ધાતુના સિક્કા આપી રોકડા રૂપિય સાત લાખ લઇ નાસી ગયેલ.

એકાદ વર્ષ પહેલા પકડાયેલ આરોપી દીલીપભાઈ જીવનભાઈ સોલંકી તથા ઈશ્વરભાઈ ગંગારાણ વાઘેલા રહે.બંન્ને જુનાગઢ વાળાએ સાથે મળી જુનાગઢ બરા સ્‍ટેશન વિસ્‍તારમા એક પુરૂષ મુા ફરને પોતાની પાસે રહેલ પીળી ધાતુના સીક્કઓ સોનાના હોવાથી સસ્‍તા ભાવે આપવાની લાલચ આપી છેતરપીંડીથી પચાસ હજાર રૂપિયા રોકડા લઇ ખોટા સિક્કાઓ આપી જતા રહેલ.

સાતક મહીના પહેલા દીલીપભાઈ જીવનભાઈ સોલંકી તથા ઇશ્વરભાઈ ગંગારામ વાઘેલા રહે.બંન્ને જુનાગઢ વાળાએ સાથે મળી જુનાગઢથી ઉપલેટાની સરકારી બસમા બેસી ઉપલેટા જતા ત્‍યારે ઉપલેટાના એક પુરૂષ મુસાફરને પોતાની પાસે રહેલ પીળી ધાતુના સીક્કાઓ સોનાના હોવાથી તેને સસ્‍તા ભાવે આપવાની લાલચ આપેલ અને તે ભાઇને બે દિવસ પછી જુનાગઢ ફરી વખત રૂબરૂ બોલાવી એક લાખ રૂપીયા લઇ તેને ખોટા સિક્કાઓ આપેલ હોવાનુ જણાવેલ છે.

પકડાયેલ આરોપીઓ સસ્‍તા ભાવે સોનું લેવા બાબતે લાલચ આપતા અને નમુના તરીકે સાચા સોનાનો સિક્કો પહેલા આપી વિશ્વાસમાં લેતા અને બાદમાં આવા ઘણા બધા સોનાના સિક્કાઓ છે અને સસ્‍તા ભાવે મળશે, તેવો વિશ્વાસ અપાવી, બાદ જે લોકો સોનું લેવા માંગતા હોય તેને મોટી રકમ સાથે અલગ જગ્‍યાએ બોલાવી, તેની પાસેથી પૈસા લઇ સોનાના બદલે ધાતુના નકલી સોના જેવા દેખાતા સિક્કાઓ આપી છેતરપીંડી કરી ગુનો કરીની ટેવવાળા છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. વી.એમ.કોલાદરા તથા પો.સ.ઈ. કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. આર.એચ. રતન તથા હેડ કોન્‍સ. જાહીદભાઈ મકરાણી, કુલદીપભાઈ દેવભડીંગજી, આદિત્‍યભાઈ બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથ પો.કોન્‍સ. ભાવિનગીરી ગૌસ્‍વામી, શિવરાજભાઇ વાળા, રમેશભાઈ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.

(11:54 AM IST)