તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
આટકોટ દલિત સ્મશાન પાસેનું દબાણ દૂર કરવા આવેદન

આટકોટઃ દલિત સ્મશાનમાં રાત્રિના દીવાલ તોડી અંદર પતરાની કેબીન મૂકવામાં આવેલ છે જે જગ્યા સ્મશાનમાં આવતી હોય અને ગેટ પણ હોય ત્યારે સત્યમ દવાખાનાની ખૂણેથી હાઇવે રોડ સુધી કેબીનો હટાવવાની માંગણી કરી હતી. વર્ષોથી દબાણ થયેલ છે વારંવાર દબાણ દૂર કરવા માટે સમજાવીએ છીએ છતાં દબાણ દૂર થતું નથી પોલીસ સ્ટેશનમાં ગયા હતા પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી આટકોટમાં દલિત સમાજના ૧૬૫ મકાન આવેલા છે અહીં દફનવિધિ કરવામાં આવતી હોય ત્યારે આવેદનપત્રનાં દસ દિવસ સુધીમાં કોઈ કાર્યવાહી ન કરે તો આંદોલન કરીશું દલિત સમાજ દ્વારા ટીડીઓ જસદણ જીલ્લા વિકાસ અધિકારી રાજકોટ કલેક્ટર આટકોટ ગ્રામ પંચાયત આટકોટ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.(તસ્વીરઃ કરશન બામટા, આટકોટ)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
