તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
ભાવનગરના બે વણિક ભાઇએ ઝેર પીધું: એકનું મોત-એક ગંભીર
સોનગઢની દિગબંર જૈન સ્વાધ્યાય મંદિરની ધર્મશાળામાં આધ્યાત્મિક જીવન જીવી રહેલા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૪ :.. સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે બે વણિક ભાઈઓ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ભાવનગર ની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક ભાઈનું મોત નીચું છે જ્યારે બીજાની સ્થિતિ ગંભીર છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના રૂપાણી સર્કલ નજીક માં શાંતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને છેલ્લા બે મહિનાથી સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરની ધર્મશાળામાં રહી આધ્યાત્મિક જીવન જીવતાચેતનભાઇ વિનોદચંદ્ર શાહ ઉ.વ.૬૦ તથા તેના ભાઈ મેહુલભાઈ વિનોદચંદ્ર શાહ ઉ.વ.૫૯ એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા બંને ભાઈઓને પ્રથમ શિહોર ની હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ સરકારી સર. ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયેલ જ્યાં ચેતનભાઇનું મોત નીપજયું હતુ જ્યારે મેહુલભાઈ ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે સોનગઢ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
