News of Thursday, 24th July 2025
જામજોધપુરના વાંસજાળીયામાં ૧૨ લાખનો દારૂનો જથ્થો કબ્જે

જામજોધપુર તા.૨૪: એલ.સી.બી. સ્ટાકને મળેલ હકિકત આધારે વાંસજાળીયા ગામે પબાભાઈ મેરાભાઈ મોરી રબારી પોતાના જુના ખઢેર રહેણાંક મકાનમાં રાખેલ વિદેશી દારૂની બોટલો/ચપલાકુલ નંગ-૨૦૩૫ કિ.રૂ.૧૨,૦૮,૯૦૦/-નો મુદામાલ મળી આવતા કાર્યવાહી કરેલ છે મજકુર પબાભાઈને પકડવાની કાર્યવાહી ચાલુ છે
આ કાર્યવાહી પો.ઈન. વી.એમ લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન. મોરી તથા પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઈ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઈ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, ભયપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, અજયભાઇ વિરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
