<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ધ્રોલના વાંકીયા પાસેથી ખંભાલીડા જવાનો ૧૦ કિ.મી.નો રસ્‍તો અતિ બિસ્‍મારઃ દર્શનાર્થીઓ-લોકોને ભારે હાલાકી

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ર૧ :.. નજીકના હાઇવે રોડ પર આવેલા વાંકીયા ગામ પાસેથી ખંભાલીડા જવાનો દશ કી. મી. નો રસ્‍તો છેલ્લા ઘણાં જ સમયથી અતિ બિસ્‍માર હાલતમાં ફેરવાઇ ગયેલ છે. આ રોડ ઉપર ઠેરઠેર ગાબડાઓ પડી ગયેલ છે. અને હવે આ રોડમાં પાથરવામાં આવેલી કાંકરીયો પણ ઉખડવા લાગેલ છે.

પરિણામે આ રોડ પરથી પસાર થતા વાહનો જેવા કે મોટર સાયકલ, રીક્ષા, કાર, ટ્રેકટર, વિગેરેમાં મુસાફરી કરતા પેસેન્‍જરો ના શરીર ઉપર કમ્‍મરમાં દુઃખાવાઓ શરૂ થઇ જાય છે. તેમ છતાં આ રોડના જવાબદાર તંત્ર વાહકો દ્વારા કોઇ જ રીપેરીંગની કામગીરી હજૂ સુધી હાથ ધરાઇ નથી.

સમગ્ર ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં સર્જાયેલા ખાડા રાજ અંગે સરકાર  તરફથી આવા બિસ્‍માર માર્ગોને તાત્‍કાલીક રીપેર કરવાની સુચના આપવામાં આવેલ છે. અને તેના અનુસંધાને માર્ગ મકાન વિભાગ દ્વારા અખબારોમાં આટલા કિ. મી.માં કામગીરી ચાલુ છે તેવી યાદીઓ પ્રસિધ્‍ધ થાય છે.

ત્‍યારે આ અંગે સરકારમાં બેઠેલા જવાબદાર અધિકારીઓ કે આગેવાનો તરફથી કોઇ તપાસ કરવામાં આવે છે કે નહીં કે માત્ર રાબેતા મુજબ કાગળ ઉપર કામગીરી કરવા ટેવાયેલુ તંત્ર માત્ર યાદી પ્રસિધ્‍ધ કરીને સંતોષ અનુભવે છે.

ગામ લોકો તરફથી પણ અનેક રજૂઆતો કરવામાં આવેલ છે. તેમ છતાં તંત્રના બહેરા કાન આ પ્રજાનો પોકાર પહોંચ્‍યો નથી. આ માર્ગ ઉપરથી દરરોજના સેંકડો વાહનો પસાર થાય છે. ખંભાલીડા ગામ આવે સંત મોરાર સાહબેની જગ્‍યા આવેલી છે. તેમજ આ રોડ પર સુપ્રસિધ્‍ધ જાહેર પીર ડાડાની દરગાહ આવેલી છે. આ બંને ધાર્મિક સ્‍થળોએ સમગ્ર જીલ્લા તથા સૌરાષ્‍ટ્રભરના લોકો દર્શનાર્થે આવે છે. ખંભાલીડા ગામના આ ત્રણ પ્રશ્ને તાકીદે યોગ્‍ય ઉકેલ નહીં આવે તો લોકોને ના છૂટકે ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવેલ છે.

(1:40 PM IST)