તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
દ્વારકાના નાગેશ્વર રોડ નજીક ‘‘ગ્રીન ફિલ્ડ એરપોર્ટ''ના નિર્માણની શકયતા
નવા ડ્રાફટ માસ્ટર પ્લાન મુજબ ૪ હજાર મીટરની લંબાઇ ધરાવતી રન-વે સાથે વિકસાવાશે

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા, તા. ર૧: શ્રી કળષ્ણની પાવન ભૂમિ દ્વારકાના નાગેશ્વર રોડ નજીક આગામી સમયમાં વૈશ્વિક સ્તરે વિકસિત થતું ગ્રીનફિલ્ડ એરપોર્ટ દ્વારકા અને આસપાસના વિસ્તાર માટે વિકાસના નવા દ્વાર ખોલશે. તાજેતરમાં નવા ડ્રાફ્ટ માસ્ટરપ્લાન મુજબ આ એરપોર્ટ ૪૦૦૦ મીટરની લંબાઈ ધરાવતી રનવે સાથે ૪ચ્ કેટેગરી હેઠળ વિકસાવવામાં આવશે.
લગભગ સરકારી ૬૦૦ એકર ખરાબા ઉપરાંત આ એરપોર્ટ માટે કુલ અંદાજે ૮૯૦ એકર વધારાની જમીનના અધિગ્રહણની જરૂર છે. નોંધનીય છે કે, આ જમીનનું અધિગ્રહણ ભારત સરકાર અને સંબંધિત વિભાગોની અંતિમ મંજુરીઓ બાદ જ કરવામાં આવશે.
વિશેષ લક્ષણો
આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું ટર્મિનલ બિલ્ડિંગ, વિમાન ર્પાકિંગ, ટેક્રિકલ બ્લોક, ફાયર સ્ટેશન અને કાર્ગો ફેસિલિટીઝ, વિશાળ એરોનોટિકલ ઝોન અને ર્પાકિંગ એરિયાઓ, IFR (Instrument Flight Rules) સુવિધાઓ, ભવિષ્યમાં રાત્રિ રોકાણ માટે યોગ્ય વ્યવસ્થા, આ એરપોર્ટનું સ્થાન તથા તેનું ર્નિમાણ એવા સમયે ઘોષિત થયું છે જ્યારે નવો દ્વારકાધીશ કોરિડોર, બેટ દ્વારકા આઈલેન્ડ વિકાસ, અને નાગેશ્વર કોરિડોર જેવા ભવ્ય ધર્મિક અને પ્રવાસન વિક્સાવનારા પ્રોજેક્ટ્સ પણ આગામી સમયમાં શરૂ થવાના છે.
આ તમામ પ્રયત્નો ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ‘ભવ્ય તથા દિવ્ય દ્વારકા' ના રૂપમાં આ પવિત્ર ભૂમિનો સર્વાંગી વિકાસ કરવાની દૃઢ ઈચ્છાના ભાગરૂપે છે.
વિશિષ્ટ ઍડેડ આકર્ષણ
(સૂત્રોના મતે, આવનારા ‘દ્વારકાધીશ એરપોર્ટ'ને અયોધ્યા એરપોર્ટની જેમ થીમ આધારિત એરપોર્ટ બનાવવાની યોજના છે. અહીં યાત્રાળુઓ જયારે જમીન પર પગ મૂકે ત્યારે તેઓ ભગવાન શ્રી કળષ્ણના જીવન, ગીતા ના ઉપદેશો અને દ્વારકા નગરીના રુપાંતરિત આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરી શકે તેવી કલા અને આધુનિકતા સાથે જોડાયેલ એરપોર્ટ બનાવવામાં આવશે. આ એરપોર્ટ માત્ર યાત્રિકોને સુવિધા પૂરું પાડતો માધ્યમ નહીં બને પણ દ્વારકા-ઓખા વિસ્તારના રોજગાર, વેપાર અને પ્રવાસન ક્ષેત્રમાં અભૂતપૂર્વ વળદ્ધિ લાવશે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
