<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ઘોડાધ્રોઈ અને મચ્‍છુ-૩ ડેમના દરવાજા ખોલાયા

ઘોડાધ્રોઈ ડેમમાં ૧૦૦, બ્રાહ્મણી-૨ ડેમમાં ૧૦૦ મચ્‍છુ-૩ ડેમમાં ૨૦૯ કયુસેક આવક

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૧: મોરબી જિલ્લામાં વરસાદી માહોલને પગલે અનેક ડેમોના કેચ અપ એરિયામાં વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉપરવાસમાંથી પણ પાણીની આવક નોંધાય છે. જેમાં ઘોડાધ્રોઈ અને મચ્‍છુ-૩ ડેમમાં પાણીની આવક હજુ ચાલુ હોવાથી દરવાજા ખોલી રૂલ લેવલ જાળવી રાખવામાં આવી રહ્યું છે.

ઘોડાધ્રોઈ ડેમમાં ૧૦૦ કયુસેક પાણીની આવક નોંધાઈ છે. જેથી ૧ દરવાજો એક ઇંચ ખોલી સામે ૧૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-૨ ડેમ હાલ ઓવરફ્‌લો થઈ રહ્યો છે. તેમાંથી ૧૦૦ કયુસેક પાણી જઈ રહ્યું છે. જ્‍યારે મચ્‍છુ-૩ ડેમમાં ૨૦૯ કયુસેક પાણીની આવક નોંધાઈ છે. એટલે સામે ૧ ગેટ ૩ ઈંચ ખોલીને ૨૦૯ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જિલ્લામાં તમામ ડેમની સ્‍થિતિ જોઈએ તો ડેમી-૩ ડેમ ૨.૬૭%, મચ્‍છુ-૨ ડેમ ૩૭.૭૫%, મચ્‍છુ-૧ ડેમ ૬૩.૮૩%, ડેમી-૨ ડેમ ૨૯.૪૨%, ઘોડાધ્રોઈ ડેમ ૯૩.૭૯%, ડેમી-૧ ડેમ ૮.૮૦%, બંગાવડી ડેમ ૯.૨૬%, બ્રાહ્મણી-૧ ડેમ ૧૦૦%, બ્રાહ્મણી-૨ ડેમ ૪૩.૫૮% અને મચ્‍છુ-૩ ડેમ ૬૭.૮૪ ભરાયેલો છે.

(1:25 PM IST)