News of Monday, 21st July 2025
ગોંડલના ત્રાકુડામાં સરકારી જમીન વેચી નાખનાર પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલીયાના રીમાન્ડ મંગાયા
૧૧૦૦ રૂા.ના ભાવે ૪૪ પ્લોટો વેચી નાખી ૭૦ લાખની રોકડી કરી લીધી'તીઃ કૌભાંડમાં અન્ય કોઇ સામેલ છે કે કેમ? તે અંગે પૂછતાછ

રાજકોટ તા. ર૧ :.. ગોંડલના ત્રાકુંડા ગામે સરકારી જમીનમાં ૪૪ પ્લોટો પાડી વેંચી નાખી ૭૦ લાખની રોકડી કરી લેનાર પૂર્વ તલાટી મંત્રીને ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ત્રાકુડા ગામના વર્તન વર્તમાન તલાટી ફરીયાદી ભાવેશભાઇ અમળતલાલ ઉદેશી રહે રાજકોટ વાળાએ ગોંડલ તાલુક પો. સ્ટે. માં કરેલ ફરીયાદમાં જણાવેલ પોતે ગ્રામ પંચાયત ખાતે ત્રાકેડા ગ્રામ પંચાયતનની તલાટી કમ મંત્રી તરફકીે ફરજ બજાવતા હોય અને રેકર્ડ તપાસણી ચેક કરતા પોતાના ધ્યાને આવેલ કે ગ્રામ પંચાયત ખાતે ગામ નમુના નં. ૨ રેકર્ડમાં કંઇક ખોટુ થયેલ હોવાની શંકા ગયેલી જેથી વધુ તપાસ કરતા જાણવા મળેલ કે જે તે વખતના તલાટી કમ મંત્રી ધર્મેશ રત્નાભાઈ હાપલીયાએ પોતાની ફરજના સમયગાળા દરમ્યાન પોતાના અંગત આર્થીક ફાયદા માટે પોતાના હોદાનો દુરઉપયોગ કરી, બનાવટી હુકમો તથા સનદો જેવા સરકારી દસ્તાવેજોમાં તાલુકા વિકાસ અધિકારી-ગોંડલ તથા સર્કલ ઈન્સ્પેકટર, તાલુકા પંચાયત ગોંડલની સહીઓ પોતાની જાતે કરી, કિંમતી સરકારી દસ્તાવેજ બનાવી, જે દસ્તાવેજોનો અસલ તરીકે ઉપયોગ કરી, આ કામના સાહેદોને દસ્તાવેજો આપી, પોતાના નિયંત્રણમા રહેલ સરકારી મીલ્કતને અપ્રમાણીકતાથી ગેર વ્યાજબી રીતે આર્થીક લાભ મેળવી, ૪૪ પ્લોટના દસ્તાવેજો કરી, આશરે કુલ કિ.રૂ.૭૦,૦૦,૦૦૦/- ની રકમ પોતાનાં અંગત આર્થીક ફાયદા માટે મેળવેલ જણાાવતા ગોંડલ તાલુકા દાખલ કરી આ ગુન્હો રજી. થયેલ જે ગુન્હાના આરોપીને પકડી પાડવા તેમજ પુરાવા એકત્રીત કરવા ઉપરી અધિકારી શ્રી તરફથી સુચના થઇ આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ તથા તેમની ટીમ તેમજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર તથા તેમની ટીમ દ્વારા આરોપીને શોધી કાઢી તા-૨૦/૦૭/૨૦૨૫ ના કલાક ૨૦/૧૫ વાગ્યે અટક કરવામાં આવેલ છે. અને આ કામે અન્ય કોઇ આરોપી સંડોવાયેલ છે કે કેમ ? તેમજ આ કામે આરોપીએ સાહેદો પાસેથી મેળવેલ રકમ બાબતે તપાસ કરવા રીમાન્ડની કાર્યવાહી ચાલુ છે. તેમજ આ કામે તપાસ દરમ્યાન ત્રાકુડા ગામ ખાતે નકલી તાલુકા પંચાયત મળી આવેલ નથી. તેમજ આ કામના આરોપી દ્વારા અન્ય કોઇ સાહેદ ભોગ બનેલ હોય તો તપાસ કરનાર અધીકારીશ્રીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. ગોંડલ તાલુકા પોલીસે પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ રત્નાભાઇ હાપલીયા ઉ.વ.૪૦ ધંધો.નોકરી (તલાટી કમ- મંત્રી હડમડીયા તા.ગોંડલ) રહે.રાજકોટની ધરપકડ કરી હતી. આજે તેને રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાશે. વધુ તપાસ ગોંડલના ડીવાયએસપી કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલુકાના પી.આઇ. પરમાર તથા સ્ટાફે કરી રહ્યો છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
