તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
નિપ્પોન સ્ટીલ ઓટોમોટિવ સેક્ટર માટે સૌથી મજબૂત સ્ટીલ તૈયાર કરશે

રાજકોટઃ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આજે પોતાના હજીરા (ગુજરાત) સ્થિત મુખ્ય પ્લાન્ટમાં નવી અને આધુનિક કન્ટિન્યુઅસ ગેલ્વેનાઇઝિંગ લાઇન (CGL) શરૂ કરી છે. આ સાથે જ AM/NS Indiaએ ભારતમાં એકમાત્ર એવી કંપની બની છે જે ૧૧૮૦ મેગા પાસ્કલ (MPa) સુધીની મજબૂત એડવાન્સ હાઇ-સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS) બનાવી રહ્યું છે
જે ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સંપૂર્ણ સુરક્ષિત, ટકાઉ અને ઈંધણની બચત પૂરું પાડનારું છે. આ શરૂઆત કંપનીની એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કંપની રૂ.૬૦,હજાર કરોડના વિશાળ વિસ્તરણ પ્રોજેક્ટ પર વ્યૂહાત્મક રીતે કામ કરી રહી છે, જેમાં અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ અને અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૨માં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવેલી આ વિસ્તરણ યોજના હજીરાના ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટમાં વિવિધ પ્રકારના સ્ટીલ ગ્રેડ્સનું ઉત્પાદન વધારવાના હેતુસર અમલમાં મુકવામાં આવી છે, જેથી બજારની બદલાતી માંગ અને ભાવિ જરૂરિયાતોને સારી રીતે પહોંચી શકાય તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
