<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ધોરાજીમાં જુગાર રમતા છ શખ્‍સો ઝડપાઇ ગયા

ધોરાજી, તા. ર૧: બહારપુરામાં રહેતો તુફેલ મુખ્‍તારભાઇ કારવા પોતાના મકાનમાં જુગારનો અખાડો ચલાવી રહેલ છે જેથી રેઇડ કરતા કુલ રોકડા રૂપીયા ૩૨,૪૭૦/- મળી કુલ મુદામાલ કિમત રૂપીયા ૬૩,૪૭૦/- સાથે મળી આવતા પકડાયેલ આરોપી (૧) ઇસ્‍માઇલભાઇ ઉર્ફે હાજી આમદભાઇ સંધી રહે. ફુલવાડી લીંબડા વાળા ડેલામા, (૨) રફીકભાઇ ઉર્ફે મચ્‍છી ઉમરભાઇ વીરપડીયા રહે. આંબાવાડી કોલોની જુનાગઢ રોડ, (૩) હુસેનભાઇ હનીફભાઇ ગરાણા રહે. બાવાગોર કોલોનીની સામે, (૪) મોહસીનભાઇ મહમદભાઇ ગબોલ રહે,  જુનાગઢ રોડ મારડીયાનો ડેલો, (૫) રીઝવાન મોહમદભાઇ ગરાણા રહે. હાસમ ફળીયા શાકમાર્કેટ પાસે, (૬) તુફેલ મુખ્‍તારભાઈ કારવા રહે, ખાટકીવાસ મટન માર્કેટ વિગેરે ને ઝડપી લીધા હતા.

જુગારની રેડમાં ધોરાજીના ઇ/ચા. પો. ઈન્‍સ. જે.પી. ગોસાઇ, એ.એસ.આઇ. મહેશભાઇ રાડા, પો.હેડ કોન્‍સ,નિલેશભાઇ મકવાણા, વાસુદેવસિંહ જાડેજા, પંકજભાઇ તલસાણીયા, મીરાબેન ડાંગર, પો.કોન્‍સ. નારણભાઇ પંપાણીયા, કાળુભાઇ ધાંધલ, જશપાલસિંહ ઝાલા વિગેરે સ્‍ટાફ રોકાયેલો હતો.

(1:07 PM IST)