<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

આટકોટમાં કાલે પુત્રનું મૃત્‍યુ થતાં આઘાતમાં આજે પિતાએ અંતિમ શ્વાસ લીધા

(કરસન બામટા દ્વારા) આટકોટ તા.૨૧: ન જાણ્‍યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું ત્‍યારે આવો જ બનાવ નાનાં એવાં આટકોટમાં બન્‍યો હતો કાલે પુત્ર નાં અંતીમ સંસ્‍કાર થયાં હતાં ત્‍યારે પિતાની તબિયત લથડતાં હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા. પરવાડીયા પરીવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

આટકોટમાં રહેતાં ગોપાલભાઈ શામજીભાઈ પરવાડીયાનાં  પુત્ર મગનભાઈનું મૃત્‍યુ થયું હતું તેમનાં પિતા ગોપાલભાઈની તબીયત લથડતા તેમને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યાં આજે ગોપાલભાઈ પરવાડીયાએ પણ અંતીમ શ્વાસ લીધાં હતાં. કાલે પુત્રની અંતિમ યાત્રા નીકળી હતી ત્‍યારે આજે  સવારે પિતાની અંતિમ યાત્રા નિકળી હતી. કહેવાય છે કે પુત્રનાં મુત્‍યુ થતાં પિતાને આધાત લાગતા આજે પિતાએ પણ વિદાય લીધી એક જ ઘરમાથી બે દીવસમાં પિતા પુત્રનાં મૃત્‍યુ થતાં પરીવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. નાનાં એવાં આટકોટમાં પાટીદાર સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

(11:04 AM IST)