તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th July 2025
મોરબી ખાતે ડો. હસ્તલેખા (હસ્તીબેન) મહેતાનો મેડિકલ કેમ્પ યોજાયો.
બાળકોને તપાસી ,વજનકરીને ત્રણ દિવસ દવા આપી, સ્વછતા તેમજ વરસાદી માહોલમાં શું ધ્યાન રાખવું તેની માહિતી આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ડૉ. હસ્તલેખા (હસ્તી) બેન મહેતા ના ૧૮૬ માં કેમ્પ સૌજન્ય માતુશ્રી ચારૃમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યાશ્રી વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં બોડાસર પ્રાથમિક શિક્ષણ,નવલખી રોડ, મોરબી ખાતે એક દિવસીય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને તપાસી ,વજનકરીને ત્રણ દિવસ દવા આપવામાં આવી. સ્વછતા તેમજ વરસાદી માહોલમાં શું ધ્યાન રાખવું તે બાબત માહિતી આપેલ.આ કેમ્પ સફળ બનાવવા માટે આચાર્ય જનકભાઈ ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફે સરસ રીતે આયોજન કરેલ .સહાયક રશ્મિભાઈ દેસાઈ, શ્રીમતી શ્રીમતી દર્શનબેન ત્રિવેદી,જીગ્નેશ ભાઈ કોઠારી એ સેવા આપેલ.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
