<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th July 2025

જામનગરના જોડિયા પંથકમાં ધોધમાર વરસાદ: ખેડૂતોમાં ખુશીનો માહોલ

જોડિયાના કુન્નડ, લીંબુડા સહીત આસપાસના ગામમાં વરસાદ વરસ્યો

જામનગર : મેઘરાજા ફરી એક વાર અનેક વિસ્તારોમાં મનમૂકીને વરસ્યા છે. ત્યારે જામનગરમાં ઘણા દિવસોના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. જામનગરના જોડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જોડિયાના કુન્નડ, લીંબુડા સહીત આસપાસના ગામમાં વરસાદ વરસ્યો છે. વરસાદની પધરામણી થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદે દસ્ક્ત આપી હતી. જામનગર શહેરમાં આજે લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે. ધીમી ધારે વરસાદ ખાબક્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

 

(12:47 AM IST)