તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
ગોંડલના વોરાકોટડા ગામની સીમમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૭ જુગારીઓને ₹૩૩.૧૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચ્યા!
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસીંહની કડક સૂચના હેઠળ LCBની સપાટો બોલાવતી કાર્યવાહી : વાહન, રોકડ અને મોબાઈલ ફોન સહિતનો જંગી મુદ્દામાલ કબજે : કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

ભાવેશ ભોજાણી દ્વારા, ગોંડલ : રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સપાટો બોલાવીને એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામની સીમ વિસ્તારમાંથી ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા સાત જુગારીઓને કુલ રૂપિયા ૩૩,૧૪,૩૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસીંહ દ્વારા પ્રોહીબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી તેને નેસ્તનાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. શાખાના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.સી.ગોહીલ અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા.
આ દરમિયાન મળેલી ચોક્કસ હકીકતના આધારે, ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામની સીમમાં આવેલી રામદેવસીંહ ગંભીરસીંહ જાડેજા (રહે. સોળીયા, તા. કોટડાસાંગાણી)ની કબ્જા ભોગવટાની ખેતરવાડીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, સાત જુગારીઓ પૈસા અને ગંજીપત્તાના પાના વડે તીનપત્તી (રોન પોલીસ)નો નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓ:
૧. રામદેવસીંહ ગંભીરસીંહ જાડેજા (રહે. સોળીયા, તા. કોટડાસાંગાણી)
૨. દિપકભાઈ છગનભાઈ શીંગાળા (રહે. રાજકોટ, રેલનગર, અવધપાર્ક શેરી નં-૧)
૩. ધીરૂભાઈ નનકુભાઈ ખાચર (રહે. મૂળ ગામ- નાના છૈડા, તા. જી. બોટાદ)
૪. અતુલભાઈ પાલાભાઈ સાગઠીયા (રહે. ખીરસરા, તા. લોધીકા, જી. રાજકોટ)
૫. મંગળુભાઈ સામતભાઈ ખાચર (રહે. રાજકોટ, કણકોટગામના પાટિયે, ગુ. હા. બોર્ડ બ્લો. નં. H-43)
૬. મનીષભાઈ મોહનભાઈ આડેસરા (રહે. રાજકોટ, કેવડાવાડી શેરી નંબર ૧૫)
૭. જયપાલસિંહ જગદીશસિંહ જાડેજા (રહે. માણેકવાડા, તા. કોટડાસાંગાણી)
કબજે કરાયેલો મુદ્દામાલ:
પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા ૨,૨૪,૩૦૦/- રોકડા, ગંજીપત્તાના પાના, છ મોબાઇલ ફોન જેની કિંમત ₹૯૦,૦૦૦/-, એક વાહન જેની કિંમત ₹૩૦,૦૦,૦૦૦/- અને એક પાથરણું કબજે કર્યું હતું. આમ, કુલ ₹૩૩,૧૪,૩૦૦/-નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમલી કરનાર ટીમ:
આ સફળ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.સી.ગોહીલ તથા તેમની ટીમ જેમાં એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમીતસીંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસીંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ અને પોલીસ કોન્સ્ટેબલ મહીપાલસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે, તેમના દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી જુગારના અડ્ડાઓ ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
