<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

મોરબીના કોયલી- ખાનપર રોડ ઉપર ચાલુ વરસાદે ડામરનું કામ : કોન્ટ્રાકટરને આના પૈસા નહિ ચૂકવાય, ઉઘાડ નીકળે ત્યારબાદ ફરીથી કામ શરૂ કરાશે : અધિકારી

કોન્ટ્રાકટરે આજે ઉઘાડ હતો એટલે સવારે 5 વાગ્યે ડામરનો પ્લાન્ટ ચાલુ કરાવ્યો હતો : કાર્યપાલક ઈજને૨ દિવ્યેશ બાવરવા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૯ : આજે મેઘાવી માહોલ વચ્ચે ચાલુ વરસાદે કોયલી-ખાનપર રોડ ઉપર ડામરનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. પાણીના કારણે ડામર રહેતો ન હોવા છતા પણ અહીં ચાલુ વરસાદે ડામરથી પેચ વર્કનું કામ કરીને તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું.

આ મામલે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કાર્યપાલક ઈજને૨ દિવ્યેશ બાવરવા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરે આજે ઉઘાડ હતો એટલે સવારે 5 વાગ્યે ડામરનો પ્લાન્ટ ચાલુ કરાવ્યો હતો. 7 વાગ્યે તેઓ કામ શરૂ કરવા નીકળી ગયા હતા. મોડે સુધી વરસાદ ન હતો. કામ બરાબર ચાલી રહ્યું હતું. પણ બાદમાં વરસાદ આવ્યો હતો

(2:58 PM IST)