તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
કાળીયાબીડ, પાવઠી અને જામકંડોરણા ખાતે અકાળે મૃત્યુ પામેલાઓને પૂ.મોરારીબાપુની શ્રધ્ધાંજલિ : પરિવારજનોને સહાય
અતુલ ઓટોના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે , પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી

રાજકોટ તા.૧૯ : ગત દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં અકુદરતી રીતે લોકોનાં મોત નિપજયા છે. બે દિવસ પહેલા ભાવનગરમાં કાળીયાબીડ વિસ્તારમાં એક બેકાબૂ કારે ટક્કર મારતાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજયા છે.
પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. બીજી એક હ્રદયદ્રાવક ઘટનામાં તળાજા તાલુકાના પાવઠી ખાતે કારમાં ગૂંગળામણ થતાં બે માસુમ બાળકોનાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. જે તેમનાં બેંકના ખાતામાં જમા કરાવી દેવામાં આવી છે. ત્રીજી ઘટનામાં જામકંડોરણા નજીક પાદરિયા ગામે તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોનાં મોત થયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અતુલ ઓટોના શ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
