તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
વિહંગમ યોગ સંત સમાજનો ૧૦૨મો વાર્ષિકોત્સવ આ વર્ષે‘‘સમર્પણ દીપ આધ્યાત્મ મહોત્સવ'' ના રૂપમાં ઉજવાશે : જામનગરમાં સંસ્થાના મહંતનુ આગમન
સંત પ્રવર વિજ્ઞાન દેવજી મહારાજ પુનિત સંકલ્પની સાથે જામનગરમાં : સંત પ્રવરની સંગીતમય ‘‘જય સ્વર્વેદ કથા'' હૃદયમાં સ્વર્વેદનું વિમલ જ્ઞાન સરળ શબ્દોમાં પ્રવાહિત કરાયું હતું એમના સાંનિધ્યમાં વિહંગમ યોગ-સાધના દ્વારા સહજમાં દિવ્ય અનુભવોની પ્રાપ્ત કરવા જામનગરના શ્રેષ્ઠીઓ અને અનુયાયીઓ જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯,વિહંગમ યોગ સંત સમાજનો ૧૦૨મો વાર્ષિકોત્સવ આ વર્ષે ‘‘સમર્પણ દીપ આધ્યાત્મ મહોત્સવ'' ના રૂપમાં તા. ૨૫ અને ૨૬ નવેમ્બર ૨૦૨૫ (માગશર સુદ પાંચમ, છઠના) દિવસે ભારતની સાંસ્કળતિક રાજધાની વારાણસીમાં નિર્માણ પામી રહેલ વિશાળ સાધના કેન્દ્ર સ્વર્વેદ મહામંદિર ધામના નિર્માણાર્થે સ્વર્વેદ જ્ઞાન વૈદિક મહાયજ્ઞ ૨૫૦૦૦ કુંડનું બળહૃદ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેકને પારિવારિક નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરમાં આ સંસ્થાના મહંત આવ્યા હતા.
આ પાવન તિથિ પર વિહંગમ યોગના પ્રણેતા સદગુરુ સદાફલદેવજી મહારાજે માનવ માત્રના કલ્યાણાર્થે ઈ.સ. ૧૯૨૪માં બ્રહ્મવિદ્યા વિહંગમયોગનાપ્રચાર નિમિત્તે બલિયા (ઉત્તર પ્રદેશના) પકડી ગામે વળતિકૂટ આશ્રમમાં લક્ષાહુતિ યજ્ઞ પヘાત ‘સંત સમાજ'ની સ્થાપના કરી હતી. આ સંત સમાજના સ્થાપના દિવસના પાવન પર્વને વાર્ષિકોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે.
આ ૧૦૨મો વાર્ષિકોત્સવમાં ગૌવંશ સંવર્ધન, વૈદિક ગુરૂકુળ સંરક્ષણ અને રાષ્ટ્રના રક્ષકોના સન્માનમાં સમગ્ર દેશ દ્વારા અર્પિત સમર્પણ દીપકોને પ્રજવલિત કરી આ દીપોત્સવ મનાવવાનો છે. શુદ્ધ સમર્પણ જ જ્ઞાનના પ્રકાશ અને આધ્યાત્મના મહોત્સવ નો મૂળ આધાર છે.
આ આયોજન નિમિત્તે સંત પ્રવર વિજ્ઞાન દેવજી મહારાજ આ પુનિત સંકલ્પની સાથે જામનગરમાં આવ્યા છે.
સંત પ્રવરની સંગીતમય ‘‘જય સ્વર્વેદ કથા'' હૃદયમાં સ્વર્વેદનું વિમલ જ્ઞાન સરળ શબ્દોમાં પ્રવાહિત કરાયું હતું. એમના સાંનિધ્યમાં વિહંગમ યોગ-સાધના દ્વારા સહજમાં દિવ્ય અનુભવોની ઙ્કાપ્ત કરવા જામનગરના શ્રેષ્ઠીઓ અને તેમના અનુયાયીઓ જોડાયા હતા.
જામનગરના ઓશવાળ સેન્ટરમાં આયોજિત આ કાર્યક્રમમાં સંત પ્રવર વિજ્ઞાનદેવજી મહારાજની દિવ્ય વાણી, દર્શન અને પ્રસાદ પ્રાાપ્ત કરી સેવા, સત્સંગ અને સાધનાની આ ત્રિવેણીમાં લોકો જોડાયા હતા. (તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર) (૩પ-૧૦)
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
