તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
જામનગરના મેઘપર પડાણામાં વોટસએપ ગૃપમાં મેસેજ કરવા બાબતે બઘડાટી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.19 : મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં મંગાભાઈ લખમણભાઈ નાગેશ, ઉ.વ.4ર, રે. શીવપરા વિસ્તાર પટેલની વાડીની બાજુમાં પડાણા ગામવાળા એ ફ્રીયાદ નોંધાવી છે કે, આરોપી પુનાભાઈ લાખાભાઈ મોરી એ ફ્રીયાદી મંગાભાઈને કહેલ કે તમોએ શીવપરા રબારી વોટસએપ ગૃપમાં કોઈ મરણ ગયેલ હોય તેની અંતિમ ક્રિયા માટે તેને આર્થીક સહાય મળે તે હતુથી રૂપિયા ર00 આર્થીક સહાય માટે ફળો ઉઘરાવવા માટેનો મેસેજ મુકેલ હોય તે મેસેજ ના કારણે આરોપી પુનાભાઈએ તા.18-7-ર0રપના જોગવડ ગામના પાટીયા પાસે આવેલ ચામુંડા હોટલ પાસે આવી ફ્રીયાદી મંગાભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો કરી ફ્રીયાદી મંગાભાઈને ખાટલા ઉપરથી નીચે પાડી દઈ બીભત્સ ભુંડી ગાળો આપી આડેધડ ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઈજાઓ કરી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.
મોટરસાયકલ ચોરી
જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાકીરહુશેનભાઈ અબ્દુલરહેમાનભાઈ મકવા, ઉ.વ.4ર, રે. લાલવાડી અટલ આવાસ બિલ્ડીંગ નં. ડી-703 વાળા એ ફ્રીયાદ નોંધાવી છે કે, તા.16-7-ર0રપના વહેલી સવારના ચાર થી પાંચ વાગ્યા સુધીના સમયગાળામા ફ્રીયાદ જાકીરહુશેનના પત્નીના નામે રજીસ્ટર વર્ષ ર0ર4 નુ સુઝુકી મોટરસાયકલ કંપનીનું બ્રગમેન સ્ટ્રીટ મોટર સાયકલ ચોકલેટ કલરનું જેના રજી.નં. જી.જે.ઈબી-9ર17 નું જેની કિંમત રૂ.60,000/- નું ફ્રીયાદી જાકીરહુશેનના અટલ આવાસના પાર્કિંગમાં પાર્ક કરેલ હોય કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
મહિલાને મારી નાખવાની ધમકી
જામનગર : સીટી બી પોલીસ સ્ટેશનમાં શોભનાબેન હમસુખભાઈ પીઠડીયા, ઉ.વ.60, રે. રામેશ્વરનગર માટેલ ચોક, રાજરાજેશ્વરી સોસાયટી શેરી નં.4 વાળા એ ફ્રીયાદ નોંધાવી છે કે, તા.18-7-0રપના ફ્રીયાદી શોભનાબેનના ઘરની બારીમાં આરોપી દિવ્યરાજસિંહ ભુપતસિંહ ઝાલા તથા બે અજાણયા માણસો એ પથ્થર ફેકી ફ્રીયાદી શોભનાબેનની બારીનો થોડો કાચ તોડી નાખી નાશી ગયેલ હોય છેલ્લા આઠેક દિવસ પહેલા ફ્રીયાદી શોભનાબેનને આરોપી દિવ્યરાજસિંહ સાથે બોલાચાલી ઝઘડો કરી અને જતા જતા હુ તમને જોઈ લઈશ તેમ કહી ફ્રીયાદી શોભનાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
વર્લીમટકાના આંકડા લખતા
બે ઝડપાયા
જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફ્રીયાદ નોધાવી છે કે, તા.18-7-ર0રપના સુભાશશાક માર્કેટ વેરશીવાડના ઢાળીયા પાસે આરોપી જૈનુલ ઉર્ફે ઘેટો સલીમભાઈ રાજકોટીયા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.300/- સાથે ઝડપાઈ ગયેલ છે.
જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફ્રીયાદ નોધાવી છે કે, તા.18-7-ર0રપના સુભાશશાક માર્કેટ વેરશીવાડના ઢાળીયા પાસે આરોપી હુશેનભાઈ યુનુસભાઈ નાલબંધ એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.130/- સાથે ઝડપાઈ ગયેલ છે.
વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો
જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફ્રીયાદ નોધાવી છે કે, તા.18-7-ર0રપના દરબારગઢ સર્કલ પાસે આરોપી મેહુલભાઈ રમેશભા પાટલીયા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર00/- સાથે ઝડપાઈ ગયેલ છે.
દરેડ ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા
જામનગર : પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ ફ્રીયાદ નોંધાવી છે કે, તા.18-7-ર0રપના દરેડ ગામ, સરદાર નગર પાછળ આરોપીઓ ધનુ શ્રીકેવલ નોનીયા, દિપક ડોમી મુખીયા, બીકેશ હજારી પટેલ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.પપ00/- સાથે ઝડપાઈ ગયેલ છે.
પાણીની પાઈપ લાઈન દિવાલ માંથી કાઢવાનું કહેતા બઘડાટી
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સોનલબેન શંકરગીરી ગોસાઈ, ઉ.વ.રપ, રે. બેડેશ્વર વાલસુરા રોડ, દરબાર પાળો, બાપા સીતારામની મઢુલી સામે એ ફ્રીયાદ નોંધાવી છે કે, તા.11-7-ર0રપના ફ્રીયાદી સોનલબેનના ભાઈ અને બહેન આરોપી મીનાબેન રામજુભાઈ જાડેજા ના ઘરેગયેલ અને આરોપી મીનાબેન કહેલ કે અમારા ઘરની દિવાલમાં પ્લાસ્ટર કામ કરવાનું હોવાથી તમારો સમાન જે દિવાલની બાજુમાં રાખેલ છે તે ત્યાંથી હટાવી લેજો અને તમારી પાણીની પાઈપ લાઈન જે અમારી દિવાલમાં લગાવેલી છે તે કાઢી નાખજો તે કહેવા માટે ગયા હતા ત્યારે આરોપી મીનાબેન ફ્રીયાદી સોનલબેનના ભાઈ બહેન સાથે બોલચાલી અને ઝઘડો કરેલ અને આરોપી આશાબેન રમજુભાઈ જાડેજા એ ફ્રીયાદી સોનલબેન પાસે આવી અને જેમ તેમ ભુંડી ગાળો આપતા ફ્રીયાદ સોનલબેને ગાળો દેવાની ના પાડતા આરોપી આશાબેને ફ્રીયાદી સોનલબેનને શરીરે જેમફવે તેમ ઢીકા પાટુનો માર મારી ગુનો કરેલ છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
